તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચોરોએ લોખંડ માટે વીજળીના ટાવર પાડ્યાં, ગામજનોએ તારથી નદી પર પુલ બનાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરોએ લોખંડ માટે વીજળીના ટાવર પાડ્યાં, ગામજનોએ તારથી નદી પર પુલ બનાવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રીતે પુલ બનાવ્યો : કાનીડોબરા નજીક નદીની બંને બાજુ ઝાડ સાથે તાર બાંધી દીધા છે. ઉપરની બાજુએ બાંધેલા તારમાં વચ્ચેવચ્ચે લાકડાના ટુકડા બાંધ્યા છે. તેનાથી તાર વધુ પડતા હલતા નથી.

દાંતેવાડાના મસેનાર ગામની ટેમરુ નદી પર વીજળીના તારથી લટકતો પુલ બનાવ્યો

નકુલનાર | છત્તીસગઢનાદાંતેવાડાથી 13 કિમી દૂર મસેનાર ગામ છે. ભારે વરસાદ બાદ અહીં ટેમરુ નદીમાં પૂર આવે છે. ગામના લોકો પાસે મુખ્ય રસ્તા પર જવા કોઈ પુલ કે સરળ રસ્તો નથી તેથી તેમણે વીજળીના તારથી ઝુલતો પુલ બનાવ્યો છે. બારસુરથી આંધ્ર તરફ જતી વીજળીની લાઈન માટે ઊભા કરવામાં આવેલા ટાવરો ચોરોએ લોખંડ માટે પાડી દીધા છે. તારનો ઉપયોગ કરીને ગામજનો નદી પર ઝૂલતો પુલ બનાવી નદી ઓળંગે છે. મસેનારના સરપંચ રાજુએ જણાવ્યું હતું કે, બાળકો અને મહિલાઓ પુલ ઓળંગતા હોય ત્યારે અમારા જીવ અધ્ધર થઈ જાય છે પરંતુ હાલમાં અમારી પાસે કોઈ વિકલ્પ નથી. અહીં અંદાજે 1500 આદિવાસી પરિવારો રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો