તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાકેત માયનેની કારકિર્દીની સર્વક્ષેષ્ઠ 137મી રેન્કિંગ પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાકેત માયનેની કારકિર્દીની સર્વક્ષેષ્ઠ 137મી રેન્કિંગ પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી | અમેરિકનઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેઈન ડ્રોમાં પ્રથમ વખત સ્થાન મેળવનાર સાકેત માયનેની એટીપીની તાજેતરની વર્લ્ડ રેન્કિંગમાં પોતાની કારકિર્દીના સર્વક્ષેષ્ઠ 137માં રેન્કિંગ પર પહોંચી ગયો છે. સ્પેન સામેના ડેવિસ કપમાં ભારતનું નેતૃત્વ કરનાર 28 વર્ષીય માયનેનીએ ક્વોલિફાઈન્ગ રાઉન્ડમાં ત્રણ મેચ જીતી અમેરિકન ઓપનના મેઈન ડ્રોમાં પ્રવેશ કર્યો છે. તેનાથી તેને 6 અંકનો ફાયદો થયો અને તે સિંગલમાં ભારતનો નંબર-1 ખેલાડી બની ગયો છે. છેલ્લા કેટલાક સમયથી બહાર ચાલી રહેલા ભાંબરીને જો કે તેનાથી ખૂબ નુકશાન થયું છે અને તે 48 સ્થાન નીચે 219માં સ્થાને ખસકી ગયો છે. ડબલ્સમાં રોહન બોપન્ના એક અંક નીચે 18માં સ્થાને ખસકી ગયો છે. તેના બાદ લિએન્ડર પેસ(63) અને દિવીજ શરણ(64)નો નંબર આવે છે. દિવીજ પાંચ સ્થાન આગળ આવ્યો છે. ડબલ્યૂટીએ રેન્કિંગમાં સાનિયા મિર્ઝા હજુ પણ દુનિયાની પહેલા નંબરની ખેલાડી બનેલી છે. પરંતુ હવે તેની માર્ટિના હિંગીસ સમક્ષ માત્ર 5 અંકોની લીડ છે. સિંગલમાં અંકિતા રૈના ભારતીયોમાં સર્વક્ષેષ્ઠ 292મી રેન્કિંગ પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો