તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇન્ડિયા રેડ 356, બ્લૂ ટીમે 337 રનની તોતિંગ સરસાઇ મેળવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડિયા-રેડ 356, બ્લૂ ટીમે 337 રનની તોતિંગ સરસાઇ મેળવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મધ્યમહરોળમાં ગુરકિરાત, સ્ટુઅર્ટ બિન્ની તથા અમિત મિશ્રાએ અડધી સદી નોંધાવી હોવા છતાં ઇન્ડિયા-બ્લૂ ટીમ તરફથી રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ખેરવતા ઇન્ડિયા-રેડ ટીમ અહીં રમાતી દુલિપ ટ્રોફી ફાઇનલ ક્રિકેટ મેચના ત્રીજા દિવસે 356 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. પ્રથમ દાવના 693 રનના આધારે બ્લૂ ટીમે 337 રનની તોતિંગ સરસાઇ મેળવી હતી. બ્લૂ ટીમે દિવસના અંતે બીજા દાવમાં વિના વિકેટે એક રન બનાવ્યો હતો.

ઇન્ડિયા-રેડ ટીમે બે વિકેટે 16 રનના સ્કોરને આગળ વધારતા સુકાની યુવરાજ (17) તથા ઓપનર શિખર ધવન (29)ની વધુ બે વિકેટ ગુમાવતા તે સંકટમાં મુકાઇ હતી. મધ્મય હરોળમાં ગુરકિરાતે 83 બોલમાં 57 રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ ટીમમાંથી પડતા મૂકાયેલો સ્ટુઅર્ટ બિન્ની બે રન માટે સદી ચૂક્યો હતો. તેણે 159 બોલમાં 12 બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે 98 રન બનાવ્યા હતા. નીચલી હરોળમાં લેગ સ્પિનર અમિત મિશ્રાએ આક્રમક બેટિંગ કરીને 77 બોલમાં 13 બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે 65 તથા કુલદીપ યાદવે 94 બોલમાં 59 રનનું યોગદાન આપ્યું હતું. બ્લૂ ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાએ 95 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. પકંજસિંગ અને કરણ શર્માએ બે-બે વિકેટ ખેરવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો