તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહાબુદ્દીનના કાફલાએ ટોલટેક્સ ચૂકવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહાબુદ્દીનના કાફલાએ ટોલટેક્સ ચૂકવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિહારમાંરાજદના બાહુબલિ નેતા મોહંમદ શહાબુદ્દીનના કાફલાનાં 100થી વધુ વાહનો મુઝફ્ફરપુર નજીક આવેલા નેશનલ હાઇવે પર ટોલટેક્સ ભર્યા વગર પસાર થઇ રહેલાં હોવાનું દર્શાવતો બહાર આવેલો એક વીડિયો નીતીશકુમારના શાસનવાળા બિહારમાં ‘જંગલરાજ’ પાછું આવી ગયું હોવાનો વધુ અેક સંકેત છે. ભયના માર્યા ટોલ પ્લાઝાનો સ્ટાફ ત્યાંથી પસાર થયેલાં વાહનોની સંખ્યા પણ ગણી શક્યો હતો. એટલું નહીં ટોલ પ્લાઝાના કર્મચારીઓએ વાહનોના કાફલા પાસેથી ટોલટેક્સનાં નાણાં પણ માગવાની હિંમત કરી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે મનિહર પોલીસ અધિકારીઓએ કાજી ઇન્ડા નજીક નેશનલ હાઇવે-28ના પ્લાઝા મેનેજરને કાફલાનાં વાહનો માટે ટોલ ફ્રી કરવાનો આદેશ આપ્યો હતો.

યાદવને શો-કોઝ નોટિસ

જેલમાંથીબહાર આવેલા શહાબુદ્દીનનું સ્વાગત કરનારાઓનું નેતૃત્વ કરવાનું જેડીયુના ધારાસભ્ય ગિરધારી યાદવને મોંઘું પડી ગયું છે. પક્ષે સોમવારે તેમને શો-કોઝ નોટિસ જારી કરી છે અને 15 દિવસમાં ખુલાસો આપવાનો તેમને આદેશ આપવામાં આવ્યો છે.

ડરના માર્યા કર્મચારીઓ વાહનોની સંખ્યા ગણી શક્યા, પૈસા માગ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો