તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મલ્ટિલેવલ માર્કેટિંગ અને મની સર્ક્યુલેશન સ્કીમ પર પ્રતિબંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલ્ટિલેવલ માર્કેટિંગ અને મની સર્ક્યુલેશન સ્કીમ પર પ્રતિબંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારેપોન્ઝી સ્કીમથી લોકોને છેતરાતા બચાવવા માટે પોન્ઝી યોજના અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં તેણે પિરામિડ સ્ટ્રક્ચર અને મની સર્ક્યુલેટિંગ સ્કીમ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડાયરેક્ટ સેલિંગ ગાઇડલાઇન્સ 2016 ખાદ્ય તેમજ ગ્રાહકો બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને રજૂ કરી હતી. તેનો અમલ કરવા માટે તેને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલી આપવામાં આવી છે. ખોટા લોકો દ્વારા સ્કીમની શરૂઆત થતી રોકવા માટે સરકારે ગાઇડલાઇનમાં ડાયરેક્ટ સેલિંગ અને પિરામિડ સ્ટ્રક્ચર તેમજ મની સર્ક્યુલેટિંગ ...અનુસંધાન પાનાં નં.11

સ્કીમ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી નાખી છે જેથી પ્રકારની યોજનામાં છેતરપિંડી આચરવામાં આવે તો તપાસ એજન્સીઓને તેનો ખ્યાલ આવી શકે.

ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ શરૂ કરવા માટે ગાઇડલાઇનમાં અનેક શરતો મૂકવામાં આવી છે કે જેનો અમલ 90 દિવસમાં કરવાનો રહેશે. જેમાં ડાયરેક્ટ સેલિંગ કંપનીઓએ પોતાની કાયદેસરતાની નોંધણી કરાવવાની રહેશે. સરકારે પ્રકારની સ્કીમોમાં એજન્ટ્સ તરફથી લેવામાં આવતી એન્ટ્રી ફી ઉપર મનાઈ ફરમાવી દીધી છે તેમજ આવી કંપનીઓ તેમને વણવેચાયેલો માલ ફરજિયાતપણે ખરીદવાની ફરજ પાડી શકાશે નહીં. કંપનીએ ડાયરેક્ટ વેચાણકારો અને એજન્ટ્સ સાથે કરારો કરવાના રહેશે તેમને વેચવામાં આવેલા માલ કે સેવાની સંપૂર્ણપણે બાયબેક ગેરંટી કે રિફંડની લેખિતમાં ખાતરી આપવાની રહેશે.

ગ્રાહકો બાબતોના સચિવ હેમ પાંડેએ જણાવ્યું હતું કે અમે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોડલ ગાઇડલાઇન મોકલાવી દીધી છે. રાજ્યો તેમની સ્થાનિક જરૂરિયાત અનુસાર તેમાં ફેરફારો કરી શકે છે. ગાઇડલાઇન ડાયરેક્ટ સેલિંગ ક્ષેત્ર સારી રીતે વિકાસ સાધી શકે તે માટે બનાવવામાં આવી છે. માર્ગદર્શિકાને કારણે ગ્રાહકોનું રક્ષણ થશે અને ડાયરેક્ટ સેલર્સને સરળતાથી ઓળખી શકાશે.

ડાયરેક્ટ સેલિંગ એટલે શુંω

ડાયરેક્ટ સેલિંગ એટલે વસ્તુનું માર્કેટિંગ, વહેંચણી અને વેચાણ કે સેવા પૂરી પાડવી. પરંતુ આવી સ્કીમોમાં લોકો પાસેથી પૈસા લઈ પિરામિડ સ્ટ્રક્ચરના આધારે વધુ પૈસા મળતા હોવાની લાલચ આપતી સ્કિમ અને મની સર્ક્યુલેટિંગ સ્કીમને તેમાંથી અલગ કરી નાખી છે અને તેના ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો