• Gujarati News
  • National
  • સચિને પેસને કહ્યું, ચલો રિયોમાં ત્રિરંગો લહેરાવીએ

સચિને પેસને કહ્યું, ચલો રિયોમાં ત્રિરંગો લહેરાવીએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુરો કપના સ્ટાર ફૂટબોલર્સ અને અંધશ્રદ્ધાને ગજબનો નાતો

યજમાનઅમેરિકાએ ઇક્વાડોર સામેના રોમાંચક મુકાબલામાં 2-1થી વિજય મેળવીને 1995 બાદ પ્રથમ વખત કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. વિજેતા ટીમ પ્રથમ હાફમાં 1-0થી આગળ હતી. અમેરિકાએ અંતિમ વ્હિસલ સુધી પોતાનો દબદબો જા‌ળવી રાખ્યો હતો.

અમેરિકન સુકાની ક્લિન્ટ ડેમ્પ્સે તથા ગ્યાસી ઝાર્ડેસના દિલધડક ગોલની મદદથી અમેરિકાએ પ્રથમ તથા બીજા હાફમાં ગોલ કરીને 2-0ની સરસાઇ મેળ‌વી હતી. ડેમ્પ્સેએ 22મી તથા ઝાર્ડેસે 65મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. ઇક્વાડોર માટે માઇકલ એરોયોએ 74મી મિનિટે ગોલ કરીને મેચને રોમાંચક બનાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં બંને ટીમોએ વધારે પડતી આક્રમક રમતી દાખવી હતી જેના કારણે બંને ટીમના એક-એક ખેલાડીને બહાર મોકલી દેવામાં આવ્યા હતા. ઉપરાંત ઇક્વાડોરના કોચને પણ સ્ટેન્ડ કે ટીમના ડગઆઉટમાં પણ બેસવા દીધા નહોતા. મેચની 51મી મિનિટે ઇક્વાડોરના એન્ટોનિયો વેલેન્શિયા તથા અમેરિકાના જર્મેન જોન્સને રેડ કાર્ડ મળ્યા હતા જેના કારણે તેમને મેદાન છોડવાની ફરજ પડી હતી. બીજા હાફની શરૂઆતમાં મિડફિલ્ડર જેરમીન જોન્સને રેડ કાર્ડ મળતા તે આગામી સપ્તાહે હ્યુસ્ટન ખાતે રમાનારી સેમિફાઇનલમાં રમી શકે તેવી ઓછી સંભાવના છે. મિડફિલ્ડર બેડોયા તથા હેમ્બર્ગના સ્ટાઇકર બોબી વૂડને પણ યલો કાર્ડ આપવામાં આવ્યા હતા.

}ઇકર કેસિલાસ

અંધશ્રદ્ધાનામામલે સ્પેનિશ ગોલકીપર ઇકર કેસિલાસ પણ પાછળ નથી. કેસિલાસ હંમેશાં પોતાની પૂરી બાંયની જર્સીને કાપીને અડધી સ્લિવ કરી નાખે છે અને ત્યાર બાદ તેને પહેરીને મેચમાં રમવા માટે જાય છે.

} વેન રુની ઇંગ્લેન્ડનોસ્ટાર ખેલાડી રુની હંમેશા હાથમાં અલગથી સ્લીવ પહેરે છે. તેનું માનવું છે કે આવું કરવાના કારણે તેની ટીમ હંમેશા સારો દેખાવ કરે છે. નોંધનીય છે કે પેલે, મારાડોના, ગેરી લિનેકર પણ અંધશ્રદ્ધામાં માનતા હતા.

}થોમસ રોસિકી : ચેકરિપબ્લિકનો ફૂટબોલર મેચ પહેલાં ક્યારેય ઉંચા અવાજથી રાષ્ટ્રગીત ગાતો નથી. એક વખત જુનિયર સ્તરની મેચમાં ચેક રિપબ્લિક તરફથી રમતી વખતે તેણે ઉંચા સૂરમાં રાષ્ટ્રગીત ગાયું હતું અને તેની ટીમનો પરાજય થયો હતો. ત્યારબાદથી રોસિકીએ ઇન્ટરનેશનલ મેચોમાં મોટા અવાજે કે ઉંચા સૂરમાં રાષ્ટ્રગીત ગાવાનું બંધ કરી દીધું છે.

}ક્રિસ્ટિયાનો રોનાલ્ડો | રિયલમેડ્રિડ તથા પોર્ટુગલના સ્ટાર ખેલાડી રોનાલ્ડો એક નહીં અનેક અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે. રોનાલ્ડો જ્યારે પણ મેચ પહેલાં વિમાનમાં મુસાફરી કરે છે ત્યારે તે હંમેશાં પહેલા નીકળવાનો પ્રયાસ કરે છે. જ્યારે તે લક્ઝરીમાં મુસાફરી કરે છે ત્યારે તે છેલ્લી સીટ પર બેસે છે. ઉપરાંત પ્રત્યેક મેચના પ્રથમ હાફમાં રોનાલ્ડોને જે હેર સ્ટાઇલ હોય છે તેને તે બીજા હાફમાં બદલી નાખે છે.

}ગેબોર કિરાલી

હંગેરીનોગોલકીપર ગેબોર કિરાલીનું નામ અંધશ્રદ્ધામાં સૌથી પહેલું આવે છે. કોઇ પણ મેચ હોય કે કોઇ પણ ટૂર્નામેન્ટ ખેલાડી હંમેશા ગ્રે કલરનું ટ્રેક પેન્ટ પહેરે છે. યુરો કપ 2016માં ઓસ્ટ્રિયા સામેની મેચમાં પણ તે પોતાની અંધશ્રદ્ધાને વળગી રહ્યો હતો અને તેની ટીમે મેચને 2-0થી જીતી હતી. કિરાલીએ જણાવ્યું હતું કે તેના માટે ગ્રે કલરનું ટ્રેક પેન્ટ ઘણું નસીબદાર છે જેના કારણે તે ગોલ બચાવવામાં સફળ રહે છે.

અન્ય સમાચારો પણ છે...