તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સપ્તાહ પહેલા 3 નંબરનું સિગ્નલ આપ્યુ હતું

સપ્તાહ પહેલા 3 નંબરનું સિગ્નલ આપ્યુ હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદની 700 બોટો ફરી માછીમારી માટે દરિયામાં રવાના

સાત દિવસ સુધી માછીમારીનો વ્યવસાય ઠપ્પ રહ્યો

એકસપ્તાહ પહેલા હવામાન ખરાબ હોય જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી તંત્ર દ્વારા દરીયામાં માછીમારી માટે ગયેલી વિસ્તારની 700 જેટલી બોટોને કાંઠે લાંગરવા મજબુર કરાયા બાદ સાત દિવસ સુધી માછીમારી ઠપ્પ થઇ ગઇ હતી. જો કે વાતાવરણ સુધરતા આખરે તમામ બોટોએ ફરી દરીયાની વાટ પકડી છે. જાફરાબાદ પંથકની 700 જેટલી માછીમારીની બોટો એક સપ્તાહ સુધી કારણ વગર દરીયાકાંઠે પડી રહી. હવામાન વિભાગ દ્વારા દરીયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ હતી. જેને પગલે અહિં તંત્ર દ્વારા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવાયુ હતું અને માછીમારી માટે દરીયામાં ગયેલી તમામ બોટોને પરત કાંઠે આવી જવા સુચના અપાઇ હતી. જેને પગલે તમામ બોટો કાંઠે પરત આવી ગઇ હતી.જો કે તંત્ર દ્વારા જેવી આગાહી કરાઇ હતી તેવો કોઇ ભારે વરસાદ અહિં પડયો હતો. એક સપ્તાહ સુધી બોટો કાંઠે રહેતા માછીમારી ઉદ્યોગને પણ મોટુ નુકશાન થયુ હતું અને છેવટે માછીમારોની ધીરજ પણ ખુટી હતી. દરીયો તદન શાંત હોય આખરે ગઇરાત્રે વિસ્તારની 700 જેટલી બોટો ફરી એકવાર માછીમારી માટે નિકળી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...