તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચૂંટણીમાં જન વિકલ્પ મોરચા દ્વારા બાપુ બળ પ્રદર્શન કરશે

ચૂંટણીમાં જન વિકલ્પ મોરચા દ્વારા બાપુ બળ પ્રદર્શન કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘હા,વિકલ્પ છે’ના સ્લોગન સાથે ગત ઓગસ્ટ મહિનાનાં અંતમાં અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર બોર્ડ અને બેનરો લાગ્યા હતા. ત્યારે ગત 31 ઓગસ્ટના રોજ દિવ્ય ભાસ્કરે વાતનો ખુલાસો કર્યો હતો કે, આગામી સમયમાં શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન સાથે રાજ્યમાં ચૂંટણી પહેલા એક ત્રીજો મોરચો શરૂ કરવામાં આવશે. આજે વાત ખરી સાબિત થઈ છે. 4 સપ્ટેમ્બરના રોજ વર્તમાન પત્રોમાં જન વિકલ્પના નામથી ગુજરાતની જનતાને ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે પ્રસ્તુત કરતી જાહેરાત છે.

જન વિકલ્પ મોરચો શ્રાદ્ધ પૂરા થશે કે પૂરજોશમાં પ્રચાર શરૂ કરશે.મોર્ચામાં ભાજપ-કોંગ્રેસ સિવાયની અન્ય રાજકીય પાર્ટીઓને એક છત નીચે લાવવામાં આવશે.

2017ની ચૂંટણીમાં પ્રથમ વાર મતદાન કરવાના હશે તેને મોરચા તરફથી એક 4જી મોબાઈલ ફોન ભેટ તરીકે અપાશે. જોતાં મોરચા પાસે લાખોની સંખ્યામાં 4જી મોબાઈલ ખરીદવા આવડું મોટું ભંડોળ કેવી રીતે આવ્યું હશે એની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...