તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૈસા હોવાના કારણે ભારતની પેરા એથ્લીટે બર્લિનમાં ભીખ માગવી પડી, આમ છતાં દેશ માટે જીત્યો સિલ્વર

પૈસા હોવાના કારણે ભારતની પેરા એથ્લીટે બર્લિનમાં ભીખ માગવી પડી, આમ છતાં દેશ માટે જીત્યો સિલ્વર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રઅને રાજ્ય સરકાર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓના પ્રોત્સાહન માટે ઘણી રકમ આપે છે પણ અધિકારીઓની ભૂલના કારણે રકમ તેમના સુધી પહોંચતી નથી જેના કારણે ખેલાડીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. આવી એક શરમજનક ઘટના ભારતની પેરા એથ્લીટ કંચનમાલા પાંડે સાથે બની છે. કંચનમાલા દેશ માટે મેડલ જીતવા જર્મની ગઈ હતી અને પણ તે ત્યાં ભીખ માંગવા પર મજબૂર બની હતી.

કંચન દિવ્યાંગ છે અને એસ -11 કેટેગરીની સ્વિમર છે. તે અને અન્ય પાંચ પેરા એથ્લીટ 3 થી 9 જુલાઈ દરમિયાન જર્મનીમાં પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જોકે સરકાર અને ભારતીય પેરાલમ્પિક સમિતિની ભૂલના કારણે બધા એથ્લીટો પાસે સરકાર દ્રારા પાસ કરવામાં આવેલ ફંડ પહોંચ્યું હતું. કારણે કંચને બર્લિનમાં લોકો પાસેે ભીખ માંગવી પડી હતી અને ઉધાર પૈસા લેવા પડ્યા હતા. આવી પરિસ્થિતિમાં પણ કંચનમાલા અને સુયશ જાધવે શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો હતો અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું હતું. ઘટના પછી કંચનમાલાએ જણાવ્યું હતું કે એથ્લીટ, ખાસ કરીને પેરા એથ્લીટને સન્માન આપવું જોઈએ. આવી ઘટના શરમજનક છે. બર્લિન પ્રવાસને સરકાર પાસે મંજૂરી મળી ગઈ હતી પણ પેરાલમ્પિક કમિટીએ કહ્યું હતું કે તેના ખાતા બંધ કરવાના કારણે પૈસાની વ્યવસ્થા થઈ હતી. રમતમંત્રી વિજય ગોયલે જણાવ્યું હતું કે પેરાલમ્પિક કમિટીને રકમ માટે મંજૂરી આપી દેવામાં આવી હતી પણ એથ્લીટ સુધી પહોંચી હતી. આમાં રમત મંત્રાલયનો કોઈ વાંક નથી. કમિટી બહાના બતાવી રહી છે જે લાપરવાહીનો મામલો છે. જેના ઉપર તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...