• Gujarati News
  • National
  • મોટી ખોડીયાર ગામમાં દીપડાએ ઓસરીમાં સુતેલા વૃદ્ધાને ફાડી ખાધા

મોટી ખોડીયાર ગામમાં દીપડાએ ઓસરીમાં સુતેલા વૃદ્ધાને ફાડી ખાધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડા તાલુકાનાં મોટીખોડીયારમાં ગામની વચ્ચે મકાન ધરાવતા પટેલ પરિવારને ત્યાં અષાઢી બીજની રાત્રીએ જાણે કાળ ત્રાટક્યો હોય તેમ દીપડાએ ઘરમાં ઘુસીને ઓસરીમાં સુતેલા વૃધ્ધાને મોતને ઘાટ ઉતીર્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ મોટીખોડીયારમાં રહેતા ચીમનભાઈ જીલુભાઈ વેકરીયાનાં 70વર્ષિય માતા સાકરબેન રવિવારનાં રાત્રીનાં પોતાનાં પૌત્ર સાથે સુતા હતા, ચીમનભાઈનો કિશોર વયનો પુત્ર પારસ મુકબધીર છે. મોડી રાત્રીનાં અંદાજે 4 વાગ્યાનાં અરસામાં જાણે ચીમનભાઈનાં ઘરમાં કાળ ત્રાટક્યો હોય તેમ એક દીપડો દિવાલ ઓળંગીને આવ્યો અને વૃધ્ધા સાકરબેનને ગળાનાં ભાગેથી દબોચી લઈને ફળિયામાં ઢસડી ગયેલ સમયે પાસે સુતેલો પૌત્ર નિંદરમાંથી જાગી ગયેલ પરંતુ દીપડાને જોઈ પોતે ડઘાઇ ગયેલ અને પોતાની લાચારીના લીધે અવાજ પણ કરી શક્તા પોતાનાં દાદીને પોતાની નજર સામે મરતા જોતો રહેલ સવાર પડ્યે ઘરનાં સભ્યો ઉઠતા વૃધ્ધાની લાશ ફળિયામાં પડેલી જોઈ સૌ હેબતાઈ ગયેલ અને એક તરફ ડરીને બેસેલા પારસને બાબતે પુછતા તેમણે ઈશારા વડે સમગ્ર ઘટનાં જણાવેલ બાદમાં ગામનાં લોકોને જાણ કરતા ગામલોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને વનવિભાગને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

અત્રે નોંધનિય છે કે ધરમાં સુતેલા વૃધ્ધા પરનાં જીવલેણ હુમલાને પગલે સમગ્ર ગામનાં લોકોમાં વનવિભાગ સામે રોષ વ્યાપ્યો છે.

ઘટનાને પગલે ધારાસભ્ય ચાવડા દોડી આવ્યા

ઘટનાનીજાણ થતા ધારાસભ્ય જવાહર ચાવડા દોડી આવ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી તેમજ ડીએફઓ પ્રદિપકુમારને રજુઆત કરતાં મૃતકનાં પરિવારને ચાર લાખની સહાય તુરંત ચુકવાશે.

તમારાજાનવર તમારી હદમાં રાખો : સરપંચ

ઘટનાનેપગલે ગામનાં સરપંચ લીલાબેન મુકેશભાઈ કાછડીયાએ વનવિભાગ સામે રોષ ઠાલવતા કહ્યુ હતુ કે માણસ જંગલની હદમાં જાય તો દંડાય છે જ્યારે જંગલનાં પ્રાણીઓ ગામમાં આવી માનવીનો શીકાર કરે છે તેથી વનવિભાગ તેના જાનવરોને જંગલની હદમાં રાખે તેમ જણાવ્યું હતું.

મારો એકનોએક પુત્ર બચી ગયો : ભાવનાબેન

મૃતકનાંવહુ ભાવનાબેને કહ્યુ હતું કે મારે એકનો એક પુત્ર છે જે મુંગો અને બહેરો છે તે પણ તેના દાદીમા સાથે સુતો હતો મારા સાસુને પિંખ્યા પછી જો દિપડાએ મારા પુત્રને પણ હેરાન કર્યો હોત તો હું પુત્રને ગુમાવી દેત,ભગવાનની દયાથી મારો પુત્ર બચી ગયો.

મુકબધીર પૌત્રની સામે દાદીને દીપડાએ પીંખી નાંખ્યા

અન્ય સમાચારો પણ છે...