• Gujarati News
  • National
  • પોલીસની ખાત્રી મળતા ટીંબીની બજારો ખુલી

પોલીસની ખાત્રી મળતા ટીંબીની બજારો ખુલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવકને ચાર દિવસમાં ઝડપી લેવા ડીવાયએસપીએ જુદી-જુદી પોલીસ ટીમ બનાવી

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે એક યુવકે ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચ દરમિયાન હિન્દુ સમાજની લાગણી દુભાઇ તે રીતે ફેસબુક પર અભદ્ર લખાણ લખતા લોકોમા રોષ જોવા મળ્યો હતો અને ટીંબી ગામ સતત ત્રણ દિવસ બંધ રહ્યું હતુ ત્યારે આજે ચોથા દિવસે પણ બપોર સુધી લોકોએ બંધ પાળ્યો હતો અને યુવકની ધરપકડ કરવા માંગ કરી હતી.

ટીંબી ગામે સાહિલખાન અમીનખાન નામના યુવકે ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલ ફાઇનલ મેચ દરમિયાન ફેસબુક પર બિભત્સ લખાણ લખ્યુ હતુ જેને પગલે હિન્દુ સમાજની લાગણી દુભાઇ હતી અને ગામ લોકોએ જયાં સુધી યુવકની ધરપકડ કરવામા આવે ત્યાં સુધી બંધનુ એલાન આપ્યું હતુ. ટીંબી ગામે સતત ત્રણ દિવસ સુધી બંધ પાળ્યો હતો અને આજે ચોથા દિવસે પણ બપોર સુધી બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

ગઇકાલે અહી વેપારીઓ અને તમામ સમાજના આગેવાનો એકઠા થયા હતા અને આંદોલન ચલાવ્યું હતુ. આજરોજ અહી ડીવાયએસપી રાજેશ પરમાર દોડી આવ્યા હતા અને ચાર દિવસમા યુવકની ધરપકડ કરવા ખાતરી આપી હતી જેને પગલે બપોરબાદ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ રાખવા નિર્ણય લીધો હતો.

ટીંબીમા છેલ્લા ત્રણ દિવસથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. કોઇ અનિચ્છનીય ઘટના બને તે માટે પણ આગેવાનોને અનુરોધ કરાયો હતો. યુવક સામે અહીના મુસ્લિમ આધેડે નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક સુરત રહેતો હોય પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી સુરત તરફ તપાસનો ધમધમાટ કર્યો છે અને યુવક વહેલી તકે ઝડપાઇ જશે તેવી પણ પોલીસે આશા બતાવી હતી. તસ્વીર-કે.ડી.વરૂ

સુરત તરફ તપાસ

અન્ય સમાચારો પણ છે...