• Gujarati News
  • National
  • ઉજ્જૈન ટ્રેન વિસ્ફોટ કરનારા ISના મોડ્યુલના નિશાન પર મોદીની રેલી હતી

ઉજ્જૈન ટ્રેન વિસ્ફોટ કરનારા ISના મોડ્યુલના નિશાન પર મોદીની રેલી હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆઈએના રિપોર્ટમાં દાવો | રેલીનાસ્થળે કચરાપેટીમાં બોમ્બ મૂક્યો પણ ફૂટ્યો નહીં

રિપોર્ટ અનુસાર મોહમ્મદ દાનિશ અને આતિફ મુઝ્ઝફરે લખનઉમાં રામલીલા મેદાનમાં બોમ્બ મૂકવાની યોજના ઘડી હતી. બંને હાલમાં એનઆઈએની કસ્ટડીમાં છે. દાનિશે ઘણી જગ્યાએ બોમ્બ મૂકવાના નિષ્ફળ પ્રયાસો કબૂલ્યા છે. પોતાને મોડ્યુલનો ચીફ ગણાવતો આતિફ મુઝ્ઝફર સ્ટીલની પાઈપ અને બલ્બની મદદથી બોમ્બ બનાવતો હતો. 7 માર્ચે ઉજ્જૈન નજીક રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કરવા મામલે એનઆઈએ દ્વારા ઝડપી લેવાયેલા આરોપીમાં આતિફ પણ છે.

આતિફે લોખંડના છરા એક સાઈકલની દુકાનેથી ખરીદયા હતા. દાનિશે જણાવ્યા અનુસાર ફટાકડાનો જૂનો સામાન કાનપુરથી ખરીદયો હતો. આતિફે બોમ્બ બનાવી વાયુદળના નિવૃત્ત કર્મચારી જી.એમ. ખાનને આપ્યા હતા. તે એરફોર્સના સ્ટિકરવાળી બાઈક પર તેને લખનઉ લઈ ગયા હતા. 11 ઓક્ટોબરે બંને લખનઉ પહોંચ્યા અને ત્યાંથી સિમકાર્ડ ખરીદીને ફોન કર્યો. દશેરાની આગલી રાતે બંનેએ રેલીની જગ્યાએ કચરાના ડબામાં બોમ્બ મુકીને ટાઈમર લગાવ્યું હતું. રેલીના બે દિવસ પછી આતિફે જોયું તો બોમ્બમાંથી કેટલાક તાર ગાયબ હોવાથી વિસ્ફોટ નહોતો થયો.

અન્ય સમાચારો પણ છે...