• Gujarati News
  • National
  • 28 વર્ષ અગાઉ પ્રતિબંધ છતાં ઈંગ્લેન્ડની ટીમ દ.આફ્રિકા સાથે રમવા પહોંચી હતી, વિરોધ થયો

28 વર્ષ અગાઉ પ્રતિબંધ છતાં ઈંગ્લેન્ડની ટીમ દ.આફ્રિકા સાથે રમવા પહોંચી હતી, વિરોધ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માઉન્ટ આબુના દેલવાડાના મંદિરમાં આશરે 100 મૂર્તિઓ એવી છે જેમનાં નાક કપાયેલાં હતાં. પૂછવામાં આવતા જણાવવામાં આવ્યું કે અલાઉદીન ખીલજીએ આ કામ કર્યું હતું. એક ફિલ્મ એના પર પણ? શ્વેતા સિંહ, પત્રકાર

યુપીએનો આધાર અેટલે નાગરિકોને સશક્ત બનાવવા માટે એક સ્વૈચ્છિક સાધન. જ્યારે NDAનો આધાર એટલે નાગરિકોને નબળા બનાવવાનું શક્તિશાળી શસ્ત્ર. રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ

વર્લ્ડ વિન્ડો

અલમાતી | કઝાકિસ્તાનના બહારના વિસ્તાર અકતોબમાં ગુરુવારે દુર્ઘટના સર્જાઇ. ત્યાં પૂરપાટ દોડી રહેલી બસમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગતા 52 લોકો જીવતા ભૂંજાઇ ગયા. બસમાં 55 લોકો સવાર હતા તેમનામાંથી માત્ર 3 જ બચી શક્યા. માર્યા ગયેલા લોકો ઉઝબેકિસ્તાનના નિવાસી હતા.

જાકાર્તા| ઇન્ડોનેશિયામાં સુમાત્રાના વર્ષાવન ક્ષેત્રમાં રાફલેસિયા અર્નોલ્ડી ફૂલ ખીલ્યાં છે. ધરતી પર સૌથી મોટા આકારના 7 પાંખડીવાળાં આ ફૂલ દુર્લભ છે. સુમાત્રા ઉપરાંત આ પદાંગ ગુકી, બેંગકુલુ ટાપુમાં આ ફૂલ જોવા મળે છે. આ ફૂલનું નામ તેને સૌથી પહેલાં જોનાર બ્રિટિશ રાજનેતા સ્ટેમફોર્ડ રાફલસે અને બોટનિસ્ટ જોસેફ અર્નોલના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ઇતિહાસમાં આજનો દિવસ

1990- આજના દિવસે દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ રમવા પર લાગેલા પ્રતિબંધની અવગણના કરીને ઈંગ્લેન્ડથી 15 ક્રિકેટરોની એક ટીમ જ્હોનિસબર્ગ પહોંચી હતી. એરપોર્ટ પર સેંકડો લોકોએ તેમનો વિરોધ કર્યો. પોલીસે દેખાવકારોને કાબૂ કરવા લાઠીચાર્જ કર્યો હતો. જ્યારે સ્થિતિ નિયંત્રણમાં ન આવી તો પોલીસ વિરોધ કરતાં લોકોને હટાવવા માટે કૂતરાં છોડ્યાં હતાં. ત્યારે ઈંગ્લેન્ડની ટીમના સુકાની માઈક ગેટિંગ આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. જ્યારે પત્રકારોએ તેમને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે જ્યારે ક્રિકેટરોનું જહાજ પહોંચ્યું તો ત્યાં સુધી બધું સમાપ્ત થઈ ગયું હતું. જો શાંતિપૂર્ણ દેખાવોને બળપૂર્વક ખતમ કરાવી દેવાયા છે તો અમને તેનું દુ:ખ છે. 25 દિવસ સુધી દેખાવો અને નેલ્સન મંડેલાની મુક્તિથી પ્રવાસ સમય પહેલાં જ સમાપ્ત થઈ ગયો હતો.

ખાસ : આ પ્રવાસે જવા બદલ ગેટિંગ પર 3 વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો. 1992-93ના ભારત અને શ્રીલંકાના પ્રવાસ માટે તેમને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...