એજન્સી | નવી દિલ્હી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી | નવી દિલ્હી

સાઉથ આફ્રિકા સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીના મળેલા પરાજયના એક જ દિવસમાં વિરાટ કોહલીને આઇસીસીએ પાંચ ખુશી એક સાથે આપી દીધી છે. વાર્ષિક આઇસીસી એવોર્ડ્સમાં કોહલીએ ચાર કેટેગરીમાં મેદાન માર્યું છે. આ સાથે તેણે પ્રથમ વખત આઇસીસી ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં 900નો આંકડો પાર કરવામાં સફળતા મેળવી છે. આઇસીસી એવોર્ડ્સ 2017માં કોહલીને પ્લેયર ઓફ ધ યર (સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી) તથા વન-ડે પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેની આઇસીસી ટેસ્ટ ટીમ તથા વન-ડે ટીમ ઓફ ધ યરના સુકાની તરીકે પણ પસંદગી કરવામાં આવી છે. કોઇ ક્રિકેટરે એક જ વર્ષમાં ચાર એવોર્ડ્સ જીત્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. આ પહેલાં રિકી પોન્ટિંગ તથા મહેન્દ્રસિંહ ધોની એક જ વર્ષમાં 3-3 એવોર્ડ જીતીને પ્રથમ સ્થાને હતા.

ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર : ડીન એલ્ગર, ડેવિડ વોર્નર, વિરાટ કોહલી (સુકાની), સ્ટિવન સ્મિથ, ચેતેશ્વર પૂજારા, બેન સ્ટોક્સ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), આર. અશ્વિન, મિચેલ સ્ટાર્ક, કાગિસો રબાડા તથા જેમ્સ એન્ડરસન.

ICC વન-ડે ટીમ ઓફ ધ યર : ડેવિડ વોર્નર, રોહિત શર્મા, વિરાટ કોહલી (સુકાની), બાબર આઝમ, એબી ડીવિલિયર્સ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), બેન સ્ટોક્સ, ટ્રેન્ટ બાઉલ્ટ, હસન અલી, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ.

અન્ય સમાચારો પણ છે...