આજનું રાશિફળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત

મેષ (અ.લ.ઈ) શુભ રંગ : લાલ

આજે આજે લાંબો પ્રવાસ ટાળવો, વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય, આરોગ્યમાં સામાન્ય ફેરફાર રહે.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ : સફેદ

કાર્યક્ષેત્રમાં નવો વળાંક આવી શકે છે, કાયદાકીય બાબતોનો ઉકેલ જણાય, વાહન ચલાવવામાં વિશેષ ધ્યાન આપવું.

મિથુન (ક.છ.ઘ) શુભ રંગ : લીંબું

મકાન-વાહન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

કર્ક (ડ.હ) શુભ રંગ : દૂધીયો

વિચારીને નિર્ણય લેવો, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય, યાત્રા પ્રવાસમાં સાનુકૂળતા જણાય, આરોગ્ય મધ્યમ રહે.

સિંહ (મ.ટ) શુભ રંગ : સોનેરી

નકારાત્મક વિચારોથી દૂર રહેવું, મહેનતનું પૂરું ફળ જોવા મળે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.

કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ : લાલ

નાણાકીય પ્રશ્નો હલ થાય, અંગત જીવનમાં ખાટા- મીઠા અનુભવો જણાય, તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.

તુલા (ર.ત) શુભ રંગ : લાલ

દાંપત્યજીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય, નવીતકોનું નિર્માણ સંભવ, અણધારી બીમારી આવતી જણાય.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ : સફેદ

કાર્યક્ષેત્રમાં ઉતાવળિયો નિર્ણય લેવો નહિ, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, દિવસ ધીરજતાથી પસાર કરવો.

ધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ : લીંબુ

આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય, મિત્રો સાથે બહાર જવાનું આયોજન સંભવે. વારસાગત સંપત્તિનાં પ્રશ્નો હલ થતા જણાય.

મકર (ખ.જ) શુભ રંગ : દૂધીયો

નવા સાહસો વિચારીને કરવા, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું, પારિવારિક સમય આનંદમય રીતે પસાર થાય.

કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ : સોનેરી

વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય, મિત્રો-સ્નેહીજનથી વિવાદ ટાળવો. કળથી કામ લેવું, આરોગ્ય સારું રહે.

મીન (દ.ચ.ઝ.થ) શુભ રંગ : લાલ

સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય, કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવાની જરૂર જણાય, આરોગ્ય અંગેની ચિંતાનું નિરાકરણ જણાય.

અન્ય સમાચારો પણ છે...