• Gujarati News
  • National
  • 18મા સૈકાના ઉત્તરાર્ધમાં ભૌતિક વિજ્ઞાનની સાથે સામાજિક વિજ્ઞાનોમાં પણ જબરદસ્ત

18મા સૈકાના ઉત્તરાર્ધમાં ભૌતિક વિજ્ઞાનની સાથે સામાજિક વિજ્ઞાનોમાં પણ જબરદસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
18મા સૈકાના ઉત્તરાર્ધમાં ભૌતિક વિજ્ઞાનની સાથે સામાજિક વિજ્ઞાનોમાં પણ જબરદસ્ત પ્રગતિ થઈ હતી. આ ગાળામાં સામાજિક વિજ્ઞાનોને નવી દિશા આપનાર ઓગસ્ટ કોમટેનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ફ્રાન્સમાં મોન્ટપોલિયર ખાતે થયો હતો. કોમટેએ મોન્ટપોલિયર યુનિવર્સિટીમાં અભ્યાસ કરી પેરિસમાં સ્થાયી થયા હતા. તેઓએ 1826થી પ્રત્યક્ષવાદ પર વ્યાખ્યાનો આપવાની શરૂઆત કરી હતી. ઉચ્ચ અભ્યાસમાં તેમની વિશેષ રૂચિ દર્શનશાસ્ત્ર અને ઇતિહાસમાં રહી હતી. તેના પાયા પર સમાજશાસ્ત્રના સંસ્થાપક અને પ્રત્યક્ષવાદી ચિંતનનાં પ્રણેતા બન્યા. જ્ઞાનપ્રાપ્તિનો આધાર વૈજ્ઞાનિક એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ પર હોવો જોઈએ તે કોમટેના દર્શનની આધારશીલા છે.અર્થાત્ ઇન્દ્રીય જ્ઞાનથી ઉપર કશું વાસ્તવિક નથી.the course of positive philosophy અને The system of positive polity તેમનાં જાણીતા ગયો છે.કોમટેના ચિંતને કાર્લ માર્ક્સ , સેન્ટ સાઈમન, જ્યોર્જ એલિયટ ,રાનકે અને મિલ જેવા અનેક વિચારકોને પ્રભાવિત કર્યા હતા. ઓગસ્ટ કોમટેનું 5 સપ્ટેમ્બર 1857ના રોજ અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...