તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાંસેં હો રહી હૈં કમ આઓ પેડ લગાયેં હમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસેં હો રહી હૈં કમ આઓ પેડ લગાયેં હમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચો માસુઆવતાં ધરતી ચારેય તરફ ખીલી ઊઠી છે. વરસાદથી ભીંજાયેલી ધરા નવા છોડને પોતાના ખોળે ઉછેરવા તત્પર છે. બસ જરૂર છે આપણે આપણા તરફથી એક છોડ રોપવાની. ઉદ્દેશ સાથે દૈનિક ભાસ્કર જૂથ પોતાના કરોડો વાચકો સાથે મળીને દર વર્ષની માફક વખતે પણ વૃક્ષારોપણ અભિયાન ‘એક પેડ એક જિંદગી’ શરૂ કરી રહ્યું છે.

પ્રકૃતિએ આપણને ઘણું બધું આપ્યું છે. સૌથી મહત્વના છે આપણા શ્વાસ, જે પ્રકૃતિમાં લાગેલા વૃક્ષ-છોડમાંથી આવે છે. વરસાદ સૌથી સારો સમય છે પ્રકૃતિને એક છોડના રૂપમાં કંઇક પાછું આપવાનો. અમારા કરોડો વાચકોને અમારું હાથ જોડીને નિવેદન છે કે જ્યારે પણ, જેમ પણ, જ્યાં પણ શક્ય હોય ત્યાં તમારી મરજીથી અને અનુકૂળતાથી એક વૃક્ષ જરૂર વાવો. તમારા પરિજનો અને ઓળખીતાઓને પણ સંદેશ આપો. પર્યાવરણ પ્રત્યે તમારી જવાબદારી તો હશે જ, સાથે સમાજ માટે વ્યક્તિગત ભાગીદારી પણ હશે.

આપણે આજે જે વૃક્ષો જોઇએ છીએ તે આપણા પૂર્વજોની દેણ છે, પરંતુ પેઢી દર પેઢી વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. આજની પેઢીની એટલે કે આપણી જવાબદારી છે કે આવનારી પેઢીઓને પણ એટલાં વૃક્ષો અને શ્વાસ મળે કે જે આપણને આપણા પૂર્વજોના કારણે મળ્યાં છે.

દિવ્ય ભાસ્કર પણ પોતાના તરફથી જવાબદારી નિભાવવા જઇ રહ્યું છે. અભિયાન હેઠળ અમે દેશભરમાં શહેરોથી લઇને ગામડાંના સ્તર સુધી છોડ રોપવા માટે લોકોને જોડીશું. વર્ષે ચોમાસામાં સરેરાશથી વધુ વરસાદનું પણ અનુમાન છે. તો આવો, આપણે સૌ જ્યારે પણ બની શકે ત્યારે એક છોડ જરૂર રોપીએ. એક છોડ તમને અપાર ખુશી આપવા સાથે આવનારી પેઢીઓ માટે તમારું મહત્વપૂર્ણ યોગદાન પણ હશે.

સારા ચોમાસાની શુભેચ્છાઓ સહ,

રમેશચંદ્રઅગ્રવાલ

ચેરમેન,દૈનિક ભાસ્કર જૂથ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો