તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્દિક ઉદયપુરમાં નજરકેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | ‘‘હા,હાલમાં હું નજરબંધ છું.’’ કહેવું છે હાલમાં ગુજરાતની બહાર 6 મહિના રહેવાના કોર્ટના આદેશનું પાલન કરવા ઉદેપુરમાં રહેતા હાર્દિક પટેલનું. કારણકે ઉદેપુરના આઈજી આનંદ શ્રીવાસ્તવે 20 જુલાઈની બપોરના હાર્દિકને પોતાની ઓફિસે બોલાવીને સ્પષ્ટ જણાવી દીધું છે કે ‘તમે ઉદેપુરના તમારા ઘરમાંથી ક્યાંય પણ બહાર નહી નીકળી શકો. ...અનુસંધાન પાનાં નં.17આથી તમે કોઈ સ્થળે દર્શન કરવા કે કોઈને મળવા પણ નહી જઈ શકો. માટે તમારે મંજૂરીની મેળવવી પડશે. મંજૂરી મળશે તો તમે ઘરની બહાર જઈ શકશો.

અંગે હાર્દીક પટેલનું કહેવું છે કે ‘જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કોર્ટે મને ગુજરાતની બહાર 6 મહિના રહેવાની શરતે જામીન આપ્યા છે. પરંતુ ગુજરાત બહાર રહેતી વખતે મારે મારા રહેંણાંકની બહાર નીકળતી વખતે કોઈ મંજૂરી લેવી પડે તેવી કોઈ શરત નથી. તેમ છતાં ઉદેપુર આઈજીએ મને મંજૂરી વગર ઘરથી બહાર નીકળવાની ના પાડી દીધી છે. આથી મે મારા વકિલને બોલાવ્યા છે અને તેની સલાહ લઈને આગળના પગલાં ભરીશું. હાલમાં તો હું નઝરબંધ છું, મારા ઘરની બહાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ, આઈબી તેમજ સ્પેશીયલ બ્રાન્ચના કર્મચારીઓ તૈનાત છે અને મને મળવા આવતા તમામ લોકોની માહિતિ નોંધી રહ્યા છે.

ઉદયપુરની પોલીસે હાર્દિકને ઓફિસમાં બોલાવી જામીનની શરતો યાદ અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો