તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રામમંદિરના પક્ષકાર જ્ઞાનદાસે કહ્યું કે, તે મને પોતાનો દીકરો સોંપી ગયા છે. આજે અયોધ્યાના સાધુ સંત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામમંદિરના પક્ષકાર જ્ઞાનદાસે કહ્યું કે, તે મને પોતાનો દીકરો સોંપી ગયા છે. આજે અયોધ્યાના સાધુ-સંત દુ:ખી છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અયોધ્યામાંબાબરી મસ્જિદના પક્ષમાં રહેલા હાશિમ અન્સારીનું નિધન થયું છે. 94 વર્ષના હાશિમ મસ્જિદ માટે 1949થી લડાઇ લડી રહ્યા હતા. પહેલાં તો પરમહંસ રામચન્દ્ર દાસ રામમંદિર માટે લડાઇ લડ્યા. પછી મહંત જ્ઞાનદાસે મોરચો સંભાળ્યો પરંતુ અન્સારી સાથે તેમની મિત્રતા જળવાઇ રહી. અન્સારીના નિધન પર રામદાસે શ્રદ્ધાંજલિ આપી.

હાશિમ અન્સારીના શબ પર માળા ચઢાવતા જ્ઞાનદાસ

^ હાશિમઅન્સારીધર્મના ધંધાદારી નહોતા. તેમની ઇચ્છા હતી કે તેમની હાજરીમાં મંદિર-મસ્જિદના વિવાદનો અંત આવે. હમણા ઇદના દિવસે તેમને મળવા ગયો હતો. તે બોલ્યા હવે છેલ્લા પડાવ પર છું. પછી મારા દીકરા ઇકબાલનું ધ્યાન રાખજો. તેના નામે મેં મિલકત લખી દીધી છે. તેનો હાથ પકડી રાખજો. તે તો ફકિરો જેવું જીવન જીવ્યા છે. કોઇ વિશ્વાસ કરશે કે બાબરી મસ્જિદના પક્ષકારના બંને દીકરા આજે ટેમ્પો ચલાવતા હશે. તે અમારા આરાધ્ય રામની ભૂમિ પર મસ્જિદ બનાવવા માંગતા હતા તે છતાં અમારી વચ્ચે પ્રેમના સંબંધો હતા. અયોધ્યા વિવાદને લઇને મુસ્લિમોના પક્ષે અન્સારી અને હિન્દુઓના પક્ષે રામચન્દ્રદાસ કેસ લડી રહ્યા હતા પરંતુ બંને એક રિક્ષામાં કોર્ટ જતા હતા. જ્યારે રામચન્દ્રનું નિધન થયું ત્યારે હાશિમ રડી પડ્યા હતા. અને જ્યારે આજે હાશિમ માટે મારા આંખમાં આંસુ છે. હાશિમ રામમંદિર વિવાદને લોકો વચ્ચે લઇ જવા નહોતા માંગતા. તે મને મળવા હનુમાનગઢી આવતા હતા. હિન્દુ-મુસ્લિમ બંનેના નેતાઓનું રાજકારણ તેમને પસંદ નહોતું. મને યાદ છે કે, જ્યારે 30 ડિસેમ્બર 2010માં આખો દેશ અલ્હાબાદ કોર્ટના નિર્ણયની રાહ જોઇ રહ્યો હતો ત્યારે હાશિમ મારી સાથે બેઠા હતા. ચુકાદાના બીજા દિવસે તેમણે કહ્યું હતું કે, આંતરિક સમાધાન માટે જ્ઞાનદાસ કહેશે તે માનવા માટે તે સહમત છે. તેમણે તો મને પૂરો અધિકાર આપી દીધો હતો. અમે તો રાજીનામું તૈયારી કરી નાખ્યું હતું પરંતુ રાજકારણ કરવાવાળાએ સમાધાન માનવાની મનાઇ કરીને હુલ્લડ કરાવ્યા હતાં. પછી વાત બગડી ગઇ. તે વાતથી પણ નાખુશ હતા કે રામલલ્લા ટેન્ટ પર છે. 1992માં જ્યારે કારસેવકોએ હાશિમના ઘરમાં આગ લગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પડોશી હિન્દુઓએ તેમના ઘરની રક્ષા કરી હતી. હાશિમ અશોક સિંઘલ સાથે વાતચીત થતી હતી. એક વખત પેટ્રોલપંપો પર હડતાલ હતી. અશોક સિંઘલને જવું હતું. હાશિમને ખબર પડી તો તેમણે તેમના ઘરેથી ડીઝલ મોકલાવ્યું. હું નહીં અયોધ્યાના દરેક સાધુ-સંત દુ:ખી છે. હાશિમની અંતિમયાત્રામાં બધા કબ્રસ્તાન સુધી ગયા હતા. > મહંતજ્ઞાનદાસ, અધ્યક્ષપંચ રામાનંદી, અખાડા પરિષદ (વિજય ઉપાધ્યાયને જણાવ્યુ તેમ)

હાશિમ અન્સારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો