તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉ.પ્ર. ભાજપના ઉપપ્રમુખ દયાશંકરની ટિપ્પણીથી ભાજપ ક્ષોભમાં મુકાયો : જેટલી, યુપી ભાજપના પ્રમુખે માફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.પ્ર. ભાજપના ઉપપ્રમુખ દયાશંકરની ટિપ્પણીથી ભાજપ ક્ષોભમાં મુકાયો : જેટલી, યુપી ભાજપના પ્રમુખે માફી માગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપના નેતાએ માયા માટે અભદ્ર ટિપ્પણી કરતા હોબાળો

ઉત્તરપ્રદેશભાજપના ઉપાધ્યક્ષ દયાશંકર સિંહે બુધવારે બસપા સુપ્રીમો માયાવતી અંગે અપમાનજનક ટિપ્પણી કરતાં વિપક્ષોએ ભાજપ પર પસ્તાળ પાડી હતી. ચારેય તરફથી દબાણ વચ્ચે પક્ષ વતી રાજ્યસભામાં અરુણ જેટલીએ માફી માગવી પડી હતી. તેમ છતાં હોબાળો જારી રહેતાં ગૃહની આખા દિવસની કાર્યવાહી સ્થગિત કરવી પડી. ભાજપે છેવટે દયાશંકરને પક્ષમાંથી 6 વર્ષ માટે બરખાસ્ત કર્યો હતો. અને લખનઉમાં તેની સામે FIR પણ નોંધાઈ હતી.

મામલો થાળે પાડવા ભાજપે દયાશંકરને તમામ હોદ્દા પરથી બરતરફ કરી દીધા હતા. તેમણે માયાવતીની અને બસપાના કાર્યકરોની માફી માગી હતી. ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ કેશવ મૌર્યએ પણ માફી માગી હતી. ગુજરાતમાં ઉગ્ર બનતા દલિત આંદોલનથી ચિંતિત ભાજપ માટે દયાશંકરની ટિપ્પણી એક નવી સમસ્યા બની છે. માયાવતીએ રાજ્યસભામાં ભાજપને સીધી ચેતવણી આપી હતી કે મામલે લોકો હિંસક બને તો તે માટે બસપા જવાબદાર નહીં હોય. મહિલા સાંસદો સહિત રાજ્યસભાના ઘણા સભ્યોએ પણ દયાશંકરની ટિપ્પણીને વખોડી હતી. પક્ષ વતી જેટલીએ માયાવતીની માફી માગતાં જણાવ્યું હતું કે, ‘મહિલા સામે આવા ઉચ્ચારણો નિંદનીય છે. તે માટે ખેદ છે. ગરિમાની રક્ષા માટે અમે માયાવતીની સાથે છીએ.’

દયાશંકરે શું ટિપ્પણી કરી હતીω

યુપીનીચૂંટણી માટે બસપામાં ટિકિટોની વહેંચણી અંગે ટિપ્પણી કરતાં દયાશંકરે એમ કહ્યું હતું કે, ‘માયાવતી કાંશીરામનું સપનું ચૂર-ચૂર કરી રહ્યા છે. તેઓ 1 કરોડ રૂપિયામાં ટિકિટ વેચે છે. જો કોઇ બે કરોડ આપે તો એક કલાકમાં તેને ટિકિટ વેચી દે છે. સાંજ સુધીમાં કોઇ 3 કરોડ આપે તો તેને ટિકિટ મળી જાય. તેઓ વેશ્યાથી પણ બદતર છે.’ (*ભાસ્કરશબ્દને અત્યંત વાંધાજનક અને અશોભનીય માને છે, પરંતુ વાચકોના જાણવાના હક માટે તેને જેમ છે તેમ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે).

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો