• Gujarati News
  • National
  • સ્વપ્નમાં સાધુ આવી લઇ જતો હતો એટલે કંટાળી પગલું ભર્યું

સ્વપ્નમાં સાધુ આવી લઇ જતો હતો એટલે કંટાળી પગલું ભર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાનામોમાઇ માતાજીના મંદિર પાસે રહેતી પરીણીતાને અજીબ સપનાઓ આવતા પોતાની મેળે બે દિવસ પહેલા એસીડની બોટલમાંથી એક ઘુટડો એસીડ પી લેતા પરીણીતાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યા તેઓની સારવાર ચાલી રહી છે.

સાવરકુંડલાના મોમાઇ માતાજીના મંદિર પાસે રહેતી પરીણીતા રેણુકાબેન ભીખાભાઇ વાગદીયાને છેલ્લા ચાર પાંચ વખત રાત્રીના સુતી વખતે સપનામાં બાવા લઇ જાય છે તેવા ભયાનક સપના આવતા હતા. પરીણીતા ભયાનક સપનાને લઇને ગભરાયેલી રહેતી હતી. તેમજ અજીબ સપનાઓ વિશે કોઇ પરિવારના સભ્યોને બારામાં કહિ શકતી હતી. જેના કારણે પરીણીતા વિચારોમાં ખોવાયેલી અને પરેશાન રહેતી હતી.

સપનાઓથી કંટાળીને મહિલાને મનમાં લાગી આવતા બે દિવસ પહેલા પોતાના ઘરે પડેલી એસીડની બોટલમાંથી એક એસીડનો ઘુટડો પી લીધુ હતુ.

અન્ય સમાચારો પણ છે...