• Gujarati News
  • National
  • ભીડના ઉન્માદથી જાતને અલગ રાખવી જીવનનો ઉદ્દેશ્ય છે

ભીડના ઉન્માદથી જાતને અલગ રાખવી જીવનનો ઉદ્દેશ્ય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમને તમારી પસંદ નામની સાથે નંબર પર એસએમએસ કરો : 9200012345

તમારો અભિપ્રાય

જે વસ્તુ આપણે સાંભળીએ તે અભિપ્રાય અને જે જોઈએ તે દૃષ્ટિકોણ હોય છે.

તમારી પાસે મગજ પર નિયંત્રણની શક્તિ છે, બાહ્ય વસ્તુઓ પર કાબૂ કરી શકો. જે દિવસે સમજી જશો તે દિવસે તમારી શક્તિ વધી જશે.

ભવિષ્યને ક્યારેય તક આપો કે તે તમને હેરાન કરે. તમે ઈચ્છો તો હમણા ભવિષ્યને મળી શકો છો. શસ્ત્રો સાથે ભવિષ્યનો પણ મુકાબલો કરી શકાય છે જેનાથી આજે વર્તમાનનો કરી રહ્યા છો.

દુનિયાબદલાઈ જાય છે, અાપણું જીવન એવું રહે છે જેવું આપણે તેના વિશે વિચારીએ છીએ.

વસ્તુસ્વીકારો જે ભાગ્યએ તમારી સાથે સાંકળી છે. એવા લોકોને પ્રેમ કરો જેમની ભાગ્યએ તમારી સાથે ભેટ કરાવી છે પરંતુ કામ સંપૂર્ણ મન સાથે કરો.

સારોમાનવી કેવો હોય છે તેના વિશે વધારે ચર્ચા કરો. સારા બની જાઓ અને તેનો અનુભવ કરો.

તમારામનમાં જુઓ, ત્યાં સારપનું એક ઝરણું હશે જ. તમે જેટલા ઊંડા ઉતરશો બહાર આવવા માટે એટલું મન ઉતાવળું થશે.

ઘાયલ થવાના ભાવને નષ્ટ કરી દેવાય તો ઈજા આપમેળે ગુમ થઈ જાય છે.

સમયતમારી સમાન વહેતી ઘટનાઓની નદી છે. એક વસ્તુ સામે આવે છે પછી ગુમ થઈ જાય છે. બીજી તેનું સ્થાન લઈ લે છે પછી બંને ગુમ થઈ જાય છે.

જીવનનોઉદ્દેશ્ય બહુમત સાથે હોવું નથી પરંતુ ભીડના ઉન્માદથી પોતાની જાતને અલગ કરવાનું છે.

દરેક દિવસ તેની સાથે નવા ઉપહારો લઈને આવે છે. આપણે પારખી શકતા નથી.

સારા લોકો તેમનું આકલન તેમનાથી સારાને આધાર બનાવીને કરે છે. નરસા લોકો તેમનાથી નબળાને આધાર બનાવે છે. એક મહત્વકાંક્ષા જાગૃત કરે છે અને બીજો લાલચ.

માનવીની કિંમત તેની અભિલાષાઓથી વધુ નથી હોતી.

માનવીસૌથી વધુ પોતાને પ્રેમ કરે છે પરંતુ તેમ છતાં તેના વિશે તે બીજાના અભિપ્રાયોને વધુ મહત્વ આપે છે.

માર્કસ ઓરેલિયસ

ઈ.સ. 161થી 180 સુધી માર્ક્સ રોમના એમ્પેરર રહ્યા. તેમણે વૈરાગ્ય અપનાવ્યો. તેમના લેખનને મેડિટેશનના નામે ઓળખવામાં આવે છે. વૈરાગ્યના દર્શનને સમજવાનું માધ્યમ બન્યું. તેને દર્શનનું મહાન કામ પણ કહેવાયું.

અન્ય સમાચારો પણ છે...