• Gujarati News
  • National
  • નવી ટેક્નિકથી કઇ રીતે મોટી કંપનીઓ હારી જાય છે

નવી ટેક્નિકથી કઇ રીતે મોટી કંપનીઓ હારી જાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિસ્ટેન્સેન જણાવે છે કે કઇ રીતે સસ્તી, સાદી અને અનઅપેક્ષિત પ્રોડક્ટ અને સેવાઓ મોટી કંપનીઓ જેવી કે ઝેરોક્સ, ડિજિટલ ઇક્વિપમેન્ટ્સને ધરાશાયી કરી દે છે. ઘણી સફળ રહેલી કંપનીઓ મેનેજર્સના ખોટા નિર્ણયોને કારણે ફેલ નથી થઇ. બલકે એટલા માટે થઇ છે કારણ કે તે વારંવાર એક જેવા નિર્ણયો લેતી રહી હતી, જેનાથી દાયકાઓ સુધી તેમના ગ્રાહક ખુશ થતા રહ્યા હતા. પોતાના જૂના ગ્રાહકોને સંતુષ્ટ કરવાના નિર્ણય કરતી વખતે ધ્યાન રાખ્યું કે એક દિવસ ગ્રાહકોને અન્ય પ્રકારની પ્રોડક્ટની જરૂર રહેશે.પુસ્તક કહે છે કે વર્તમાન ગ્રાહકોને ખુશ કરતા રહેવાની મથામણ લાંબા ગાળે ખોટો નિર્ણય સાબિત થાય છે.

ક્રિસ્ટેન્સેન લખે છે કે ડિસરેપ્ટિવ ઇનોવેશન તારાજ કરનારા હોય છે. તાજેતરમાં શરૂ થયેલી કોઇ કંપની કેટલીક પ્રોડક્ટ બનાવીને તેનું માર્કેટિંગ શરૂ કરી દે છે. મોટી કંપનીઓને તે ફાલતુ લાગે છે. તેમનું ધ્યાન પોતાના સ્થાપિત ગ્રાહકો પર હોય છે. ગ્રાહકોને પણ પ્રીમિયમ ક્વોલિટી જોઇતી હોય છે. તે નવી પ્રોડક્ટમાં રસ નથી દાખવતા. તેનું ઉદાહરણ છે - કોડાક. ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રી પર સંપૂર્ણપણે તે કંપનીનું રાજ હતું પણ કંપનીનો એક ઇનોવેશન - ડિજિટલ ઇમેજ-એ નાશ કર્યો. કોડાકની વિટંબણા હતી કે તે કંપનીના એક ઇજનેરે ટેક્નીકની શોધ કરી હતી. પણ તેની અવગણના કરવામાં આવી હતી. અને પછી તે જૂની ટેક્નીક પર છવાઇ ગઇ હતી. થાય છે આમ કે મોટાં ઓર્ગેનાઇઝેશન માટે મુશ્કેલ હોય છે કે નવા નાના માર્કેટ માટે રિસોર્સ લગાવે. જ્યારે નાના બજારોમાં પહેલા ડિસરેપ્ટિવ ટેક્નોલોજી આવે છે. તે માર્કેટ મોટી કંપનીઓની જરૂરિયાતો અનુસાર નથી હોતું.તેથી તેમની અવગણના કરવામાં આવે છે. તેથી તેમને અવગણવામાં આવે છે. તે ઊભરતું અને અનિશ્ચિત બજાર હોય છે, તેથી તેના પ્રત્યે કોઇ પણ વાત પાક્કા પાયે નથી કહેવાતી. સમસ્યાથી નીકળવા માટે ક્રિન્સ્ટેન્સેન કેટલાક ઉપાયો જણાવે છે. તેઓ લખે છે કે નવા ઓર્ગેનાઇઝેશને નવા ગ્રાહકો માટે ડિસરેપ્ટિવ ટેક્નોલોજીની દિશામાં કામ કરવા દો. અને પોતાની કંપનીમાં મેઈનસ્ટ્રીમ ઓર્ગેનાઇઝેશનથી અલગ એક ઓર્ગેનાઇઝેશન બનાવી લો. તે ઓર્ગેનાઇઝેશન નાનું હોય, જેમાં નાના લક્ષ્ય અને સિદ્ધિઓ પ્રત્યે ઉત્સાહ હોય.

ક્રિસ્ટેન્સેન કહે છે કે, જો તમે ઝડપથી બદલાતા ફિલ્ડમાં લીડિંગ પ્લેયર છો તો સૌ પહેલાં તમારે પ્રક્રિયા અને મૂલ્યોની પોતાની મર્યાદાને સ્વીકાર કરવાની રહેશે. એક સોર્સથી સ્ટેનિંગ અને ડિસ્રપ્ટિવ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સારૂ કરવું શકર્ય નથી. તેનું એક સમાધાન છે સબસિડિયરી કંપનીનું હસ્તાંતર કરવું અથવા પોતાની નવી કંપની સ્થાપિત કરવી, જેમાં પૂરતા સંસાધનો ઉપલબ્ધ હોય. પછી, તે વસ્તુ બનાવવાના પ્રયાસ કરો જેની બજારમાં જરૂર છે.

ઇનોવેટર્સ

}ક્લેક્રિસ્ટેન્સેન

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફસર

પુસ્તકનું સબ-ટાઇટલ છે, જ્યાં નવી ટેક્નીક મોટી કંપનીઓની નિષ્ફળતાનું કારણ બની

અન્ય સમાચારો પણ છે...