તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેં હજુ મારી પહેલી ફિલ્મ ‘દીવાના’ નથી જોઇ: શાહરુખ

મેં હજુ મારી પહેલી ફિલ્મ ‘દીવાના’ નથી જોઇ: શાહરુખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ | શાહરુખખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનાં 25 વર્ષ પૂરાં કર્યા છે. ‘દીવાના’ તેની પહેલી ફિલ્મ હતી. ગયા વર્ષે શાહરુખે પોતાના લગ્નનાં 25 વર્ષ પૂરાં કર્યાં હતાં. તેણે પોતાના જીવનનો અડધો હિસ્સો ગૌરી સાથે વિતાવ્યો છે. કપલે પોતાની વેડિંગ નાઇટ એક ફિલ્મના સેટ પર વિતાવી હતી. શાહરુખના કામના નેચરથી માંડી તેના સ્ટારડમ સુધી ભાત-ભાતના ઉતાર-ચઢાવમાં ગૌરી તેની સાથે રહી છે. શાહરુખે પોતાના જીવનની સફર વિશે એક મુલાકાતમાં પેટછૂટી વાત કરી હતી.

1મુંબઇમાંમારા 25-26 વર્ષ ઝડપથી ગુજર્યાં છે. મને લાગે છે કે જાણે હું 2-3 વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો. જ્યારે હું મારાં સંતાનોને મોટાં થતાં જોઉં છું ત્યારે આશ્ચર્યચકિત થઇ જઉં છું. જ્યારે લોકો કહે છે કે હું એક પ્રકારનું કામ કરું છું, ત્યારે મને વિચિત્ર લાગે છે. હું યંગ એક્ટ્રેસ સાથે કામ કરું છું, તેથી હું હજુ પણ યંગ છું.

2છેલ્લાં25 વર્ષથી મારી ફિલ્મોનાં પોસ્ટર ફેન્સ ટિ્વટર પર પોસ્ટ કરે છે. મને પોતાને ખબર નથી કે મેં કેટલી ફિલ્મો કરી છે.

3મેંમારી પહેલી ફિલ્મ આજ સુધી નથી જોઇ. ઈગોને કારણે નહીં પણ એટલા માટે કે હવે હું નવી ફિલ્મો જોઉં છું.

4હુંમારી ટીકા તો શું, પ્રસંશાને પણ ગંભીરતાથી લેતો નથી મને શાંત કહેનાર પર વિશ્વાસ નથી કરતો.

અન્ય સમાચારો પણ છે...