તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉંદરના હૃદયથી માનવ હૃદય બનાવ્યું, ટ્રાન્સપ્લાન્ટ પણ થશે

ઉંદરના હૃદયથી માનવ હૃદય બનાવ્યું, ટ્રાન્સપ્લાન્ટ પણ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | માનવીનાહૃદયનું મિનિએચર એટલે કે નાનું સ્વરૂપ પ્રયોગશાળામાં સફળતાપૂર્વક તૈયાર કરી લેવાયું છે. વિજ્ઞાનીઓએ તેને ઉંદરના હૃદયમાંથી તૈયાર કર્યુ છે. મિનિએચર હાર્ટ બનાવવા માટે 4-ફ્લો કેનોલેશન નામની એક ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે માટે તેમણે ઉંદરના અંગમાંની કોશિકાઓને હટાવી લીધી હતી. તે બાદ તેમાં માનવીઓની કોશિકાઓ ભરી દીધી હતી, જે સફળતાપૂર્વક હૃદય કોશિકાઓમાં બદલાવા લાગી હતી. વિજ્ઞાનીઓનું કહેવું છે કે સફળતા ડ્રગ પરીક્ષણમાં ક્રાંતિકારી પરિવર્તન સાબિત થઇ શકે છે. એટલું નહીં, ટેક્નીક એક દિવસ લેબમાં વિકસિત કરાયેલા હૃદયના પ્રત્યારોપણ માટે પણ ઉપયોગમાં લેવામાં આવી શકે છે. રિસર્ચનું નેતૃત્વ કરનારા સ્વિડિશ ફાર્માસ્યુટિકલ્સ કંપની એસ્ટ્રાજેનેકાના ડૉ. ડુઓંગે કહ્યું કે હૃદયની બીમારીઓ પર રિસર્ચ કરવા માટેની ટેક્નિક સરળ બનાવશે. જેનાથી આગળ જતાં ઘણો ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...