તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગીચ દુનિયામાં કોઈ એકલાને સહારો આપો

ગીચ દુનિયામાં કોઈ એકલાને સહારો આપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ણેના ન્યૂરોલૉજિસ્ટ ખાસ કરીને એપિલેપ્સી, સ્ટ્રોક અને પારકિન્સન્સ રોગના દર્દીઓની તપાસ કરે છે. હાલમાં તેમણે જોયું કે ક્રોનિક ટેન્શન ટાઇપ હેડેક અથવા ટેન્શન હેડેકના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં મોટા ભાગના દર્દી એમએનસી અથવા આઇટી કંપનીઓમાં કામ કરનાર 28-30 વર્ષના યુવાનો હોય છે. આની પાછળ ઓફિસનું દબાણ, ઘણી બધી યાત્રાઓ, વ્યસ્ત જીવનચર્યા, પ્રદુષણ, અપૂરતી ઊંધ, લાંબા સમય સુધી કમ્પ્યુટર અથવા મોબાઇલ સ્ક્રીનની સામે બેસવું જેવા સામાન્ય કારણો છે. આમાંથી મોટાભાગના લોકોને જેમ-જેમ દિવસ ચઢે તેમ તેમ દુખાવો વધવા લાગે છે.

યુવાનોમાં થઇ રહેલા બદલાવ અને વર્ક પ્લેસ પર થઇ રહેલા સતત પરિવર્તનો વચ્ચે આઇટીના શહેરોથી દૂર ચેન્નઇમાં જેનિફર જેકબે દર શુક્રવાર રાત્રે ભગવાને ધન્યવાદ આપવાનો નિર્ણય લીધો છે. જેનિફર પોતાનું ઘર એવા લોકો માટે ખોલી રહી છે, જેમને ઘરનું ભોજન, હાસ્ય અને આનંદ જોઇએ છીએ. જેનિફરે સોશિયલ મીડિયા પર ડિપ્રેશન સામે લડી રહેલી એક મહિલા પોતાનું ઘર મિત્રો અને ડિપ્રેશન સામે લડી રહેલા લોકોના ભોજન માટે ખુલ્લુ મૂકે છે તેવો વિડિયો જોયો હતો. તેઓ કહે છે કે, હું કોઇ કાઉન્સેલર નથી, પણ કંઇક આવું બનવા માગું છું, જે કોઇની દુ:ખભરી વાર્તા સાંભળી શકે અને ભોજન વખતે તેમની સાથે હસી-મજાક કરી શકે. તેમનો ‘ફ્રાઇડે ફ્રેન્ડ્સ’ પ્રોગ્રામ આજથી શરૂ થઇ ગયો છે અને આમાં ફક્ત એજ ચાર લોકોનો સમાવેશ કરી શકે છે, જે ઇમેલ દ્વારા પોતાનું સ્થાન બુક કરાવી લે છેે. જેમ કે પોતાના બ્રેકઅપ વિશે અથવા બાળકોના બહાર રહેવાનું કારણ, વૃદ્ધ દંપત્તિ કોઇની સાથે સમય વિતાવવા માંગતા હોય અથવા કોઇએ પોતાના પાક્કા મિત્રોને ગુમાવ્યો હોય તો જેનિફર અને તેમનો પરિવાર આવા લોકોનું સ્વાગત કરે છે, ઓછા બજેટમાં ભોજનની સાથે. તેમના પરિવારમાં પતિ મુરલી આનંદ, ત્રણ વર્ષની પુત્રી અને ડૉગ છે. પણ આના માટે શરત છે કે ભોજન તમામ રીતે શાહકારી હશે, કેમ કે પ્રાણીઓની સાથે પ્રેમ છે અને ડૉગ ખુલ્લા ફરશે, કોઇ મહેમાન માટે બાંધવામાં નહીં આવે. તેઓ માને છે કે આના કારણે એક બ્રેક મળશે અને કેટલાક નવા અને સારા લોકોને મ‌ળવાનો અવસર મળશે, પણ શુક્રવારે. આનાથી દુખાવામાં રાહત મળશે.

ફંડા છે કે, કોઈ એકલ વ્યક્તિને સાથી બનાવોકારણ કે ભીડભાડવાળી દુનિયામાં યુવાનો ધીમે-ધીમે એકલા બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...