• Gujarati News
  • National
  • સેલ્ફી |સ્વચ્છતા માટે કલેક્ટર અને કમિશનરે પાડી પોતાની સેલ્ફી.

સેલ્ફી |સ્વચ્છતા માટે કલેક્ટર અને કમિશનરે પાડી પોતાની સેલ્ફી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આજી ડેમ નર્મદા નીરના અવતરણથી વગર વરસાદે ડેમની સપાટી 7.10 ફૂટે પહોંચી ગઇ છે. એક સમયે ક્રિકેટ રમી શકાય એવા મેદાનમાં ફેરવાયેલા આજી ડેમમાં હાલ 80 એમસીએફટી નર્મદા નીરનો સંગ્રહ થઇ ચૂક્યો છે. 29 જૂને વડાપ્રધાન મોદી આવે ત્યારે 9 ફૂટની સપાટી કરવાની ગણતરીએ પૂરા ફોર્સથી નર્મદા નીર ઠલવાઇ રહ્યું છે. સૌની યોજના હેઠળ આજી ડેમ નર્મદા નીરથી ભરાઇ રહ્યો છે. સોમવારે રાત્રે ડેમની સપાટી 7.10 ફૂટ થઇ ગઇ હતી. રોજનું 22 થી 24 એમસીએફટી પાણી ડેમમાં ઠલવાઇ રહ્યું છે. 80 એમસીએફટી નર્મદા નીરનો સંગ્રહ થઇ ચૂક્યો છે.


સેલ્ફી |સ્વચ્છતા માટે કલેક્ટર અને કમિશનરે પાડી પોતાની સેલ્ફી.

વૃક્ષારોપણ |મનપાએ આજી કાંઠે િવદ્યાર્થીઓના હસ્તે કરાવ્યું વૃક્ષારોપણ.

સ્વાગત |મોદીને સત્કારવા ઠેરઠેર એલઈડી સ્ક્રીન ઊભી કરાઈ.

તૈયારી |દિવ્યાંગોને સહાય વિતરણ કાર્યક્રમ માટેનો ડોમ તૈયાર થઈ ગયો.

ક્રેઝ |મોદીને આવકારવા યુવાનોએ કરાવ્યા ટેટું.

દિવ્યાંગો માટે સ્થળ પર ફોર્મ ભરવાની વ્યવસ્થા: કલેક્ટર

રાજકોટ| રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, જે દિવ્યાંગો રજિસ્ટ્રેશન કરાવી શકયા નથી તેમના માટે રેસકોર્સના મેદાનમાં ફોર્મ ભરી સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા રાખવામાં આવી છે જેથી તેઓ લાભથી વંચિત રહી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મા અમૃતમ યોજના, આધારકાર્ડ સહિતની યોજનાઓના કાઉન્ટર રેસકોર્સમાં રખાશે અને ત્યાં ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત દિવ્યાંગો માટે રેસકોર્સના મેદાનમાં ત્રણ સેલ્ફી ઝોન રાખવામાં આવ્યા છે જેમાં દિવ્યાંગો કાર્યક્રમની સ્મૃતિ કેમેરામાં કેદ કરવા માગતા હોય તો કરી શકશે અને ફોટોગ્રાફરોની સુવિધા પણ રાખવામાં આવશે. જ્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં જે દિવ્યાંગો ભાગ લેનાર છે તેવા નેશનલ એન્થમના કાર્યક્રમમાં ભાગ લેનારા અને કૃત્રિમ પગ(કેલિપર્સ)ના લાભાર્થી દિવ્યાંગોને ટી-શર્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવશે.

નર્મદાનાં નીરનો વૈભવ |સૌની યોજના હેઠળ આજી ડેમમાં નર્મદા નીરનાં અવતરણ કાર્યક્રમ પૂર્વે કોરાકટ ડેમમાં નર્મદાનાં નીરે નવો પ્રાણ ફૂંકયો છે, જેનો વૈભવી નઝારો લોકોને આકર્ષી રહ્યો છે.

આજી ડેમની સપાટી 7.10 ફૂટે પહોંચી, મોદીને આવકારવા શહેર સજ્જ

અન્ય સમાચારો પણ છે...