તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નર્મદા નીરનાં વધામણા પહેલા આજીમાંથી ગંદકી દૂર કરવી જરૂરી

નર્મદા નીરનાં વધામણા પહેલા આજીમાંથી ગંદકી દૂર કરવી જરૂરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃત પશુઓ, ઔદ્યોગિક કચરો સહિતની ગંદકીના ગંજ

ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

શહેરનેપીવાનું પાણી પૂરું પાડતા આજી ડેમમાં હાલ પાણી ડેડ લેવલ પર પહોંચી ગયું છે, જ્યારે કચરો અને ગંદકીનું પ્રમાણ વધી ગયું છે. આજી ડેમને સૌની યોજના અંતર્ગત નર્મદા નીરથી આગામી દિવસોમાં ભરી દેવામાં આવશે, પરંતુ આજી ડેમમાં જે પ્રકારે કચરો અને ગંદકી છે તે દૂર કરવી જરૂરી છે. અહી મૃત પશુ, ઔદ્યોગિક કચરાથી આજીમાં આવતા નવાં નીર પણ પ્રદૂષિત થઇ જશે.

આજી ડેમમાં આગામી સપ્તાહમાં સૌની યોજનાથી નર્મદા નીર આવવાની શરૂઆત થઇ જશે, પરંતુ ડેમમાં ઔદ્યેાગિક કચરો, મૃત પશુ સહિતની ગંદકી હોવાથી તેમા આવતું પાણી પ્રદૂષિત થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજી ડેમ ખાતે સૌની યોજના હેઠળ નર્મદા નીરનાં વધામણા કરે તે પહેલા ગંદકી દૂર કરવી જોઇએ. ઉપરાંત ટ્રેક્ટર ચાલકો આજી ડેમમાં બાંધકામ વેસ્ટ પણ નાખી રહ્યા છે. જેના કારણે આજી ડેમમાં પાણી સંગ્રહ ક્ષમતામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી ડેમની સુરક્ષા માટે એક પણ સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવ્યો નથી. પીવાનું પાણી પ્રદૂષિત થતા શહેરમાં રોગચાળો પણ ફેલાય શકે છે. આજી ડેમમાં નર્મદા નીરનાં વધામણા કરતા પહેલા તેમાંથી ગંદકી દૂર કરવા મનપાને જાગૃત નાગરિકોએ અનુરોધ કર્યો છે.

આજી ડેમ અત્યારે ખાલી છે ત્યારે કચરો હટાવી દેવો જરૂરી.

અન્ય સમાચારો પણ છે...