તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દાર્જિલિંગમાં વધુ ટકરાવની GJMની ચેતવણી

દાર્જિલિંગમાં વધુ ટકરાવની GJMની ચેતવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાર્જીલિંગ | દાર્જીલિંગમાંવ્યાપેલી તંગદિલી સોમવારથી વધવાની આશંકા છે. ગોરખા જનમુક્તિ મોરચા (GJM)એ સોમવારથી સરકારી અને ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન (GTA)ની કચેરી અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનું એલાન કર્યું છે. જોકે, સ્કૂલ, કોલેજ, ટ્રાન્સપોર્ટ, હોટલને બંધથી છૂટ અપાઇ છે જ્યારે બેંકો અઠવાડિયામાં માત્ર બે દિવસ ખુલવા દેવાશે. GJMના મહાસચિવ રોશન ગિરીએ જણાવ્યું કે હિલ્સ એરિયામાં બાંગ્લામાં લખેલા તમામ સાઇનબોર્ડ પણ હટાવાશે. અગાઉ GJMના પ્રમુખ બિમલ ગુરંગે સરકાર વિરુદ્ધ અસહકાર આંદોલનનું આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...