તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાથ પર પત્ની અને પુત્રીનું છુંદણું કોતર્યું છે

હાથ પર પત્ની અને પુત્રીનું છુંદણું કોતર્યું છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજીહોસ્પિટલ ખાતે શ્વાસની બીમારી અંગે સારવાર લેવા આવેલા વૃદ્ધને તબીબોએે કોઇ પરિચિત લઇ આવવા જણાવી સારવાર કર્યા વગર રવાના કર્યાનો આક્ષેપ સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ બહાર બે દિવસથી આશરો લેનારે કર્યો હતો.

સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ બહાર બારીના ગોખલામાં કોકડું વળીને શ્વાસોશ્વાસની તકલીફમાં કોઇ મદદની આશા રાખી બેઠેલા વૃદ્ધે પોતાની આપવીતી જણાવી હતી. સોમાતળાવ ભાથુજીનગરમાં રહેતા જયંતીભાઇ સુકાભાઇ વસાવા હાથલારી ચલાવી જીવન ગુજારે છે. છેલ્લાં પંદર વર્ષથી પત્ની રાધા પુત્રી ભાવના સાથે તેમને છોડી ચાલી જતા રહ્યા છે. થોડા સમયથી તેમને શ્વાસની બીમારી થતાં સ્થાનિક રહીશો તેમને સયાજી હોસ્પિટલમાં ટી.બીની સારવાર માટે મૂકી જતા રહ્યા હતા. દરમિયાન હોસ્પિટલના તબીબ દ્વારા તેમની સારવાર માટે ધક્કા ખાવા કોઇ છોકરો લઇ આવો. તો તમારી સારવાર કરીશું તેમ જણાવી હોસ્પિટલમાંથી રવાના કર્યા હતા. જોકે તેમનું કોઇ સ્વજન હોવાથી ક્યાં જવુંω કોને મદદ માટે બોલાવવા અને પૈસાના અભાવે કેવી રીતે ઘરે જવુંય તે મૂંઝવણમાં બે દિવસથી ગોખલામાં આશ્રય લીધો હતો. જોકે અંગે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા જણાવ્યા મુજબ કોઇ પણ વ્યક્તિ તેમની પાસે આવે તો સારવાર કરવામાં આવે છે. તેમજ નિરાધારની સારવાર બાદ તેને મધર ટેરેસા ટ્રસ્ટમાં મોકલવાની તજવીજ કરવામાં આવે છે.

હોસ્પિટલ ખાતે શ્વાસની બીમારી અંગે સારવાર લેવા આવેલા વૃદ્ધ.

જયંતીભાઇ વસાવાના હાથ પર તેમના નામની સાથે તેમની પત્ની અને પુત્રીના નામનું છુદણું કોતરાવવામાં આવ્યું છે. સાથે તેમનું ઘરનું સરનામુ પણ લખાવેલું છે. પોતે નિરાધાર હોવાનું જમાવતા તે પોતાની પુત્રીને પણ તેની માતા સાથે લઇ ગયાનું જણાવી સજળ નેત્રે આપવીતી કહે છે.

વડોદરામાં નિરાધારને સારવાર વગર રવાના કરી દેવાય

અન્ય સમાચારો પણ છે...