તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુપીમાં સત્તા મેળવવા દેવું માફ તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક?

યુપીમાં સત્તા મેળવવા દેવું માફ તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોનું દેવંુ માફ કરાવવા અલ્પેશનું આંદોલન, 8 જુલાઈથી ઉપવાસ

દેશભરમાંશરુ થયેલા ખેડૂતોના આંદોલનને ઓએસએસ એકતા મંચ અને ક્ષત્રિય ઠાકોર સેનાએ સમર્થન આપવાની જાહેરાત કરી છે. સાથે ગુજરાતનાં ખેડૂતોનું દેવુ માફ કરાવવા માટે મંચ અને સેનાનાં પ્રમુખ અલ્પેશ ઠાકોરે આંદોલન શરુ કર્યું છે. ઠાકોરે સવાલ ઉઠાવ્યો છે કે, ભાજપ ઉત્તર પ્રદેશમાં સત્તા પ્રાપ્ત કરવા માટે ખેડૂતોના દેવાને માફ કરી શકતો હોય તો જે ગુજરાતે સત્તા અપાવી છે તેના ખેડૂતોનો શું વાંકω

એક પત્રકાર પરિષદને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, વિકાસના નામે ઉદ્યોગપિતઓને મફતના ભાવે જમીન આપીને ગરીબ ખેડૂતોને ભૂલાવી દેવાયા છે. પાણીની સમસ્યા, ટેકાના ભાવની સમસ્યા અને દેવાના બોજની સમસ્યા ગૂજરાતના ખેડૂતોને પજવતી મુખ્ય બાબતો છે. ઠાકોરે સરકારને ચીમકી આપી છે કે, જો ખેડૂતોનું દેવું માફ નહીં કરાય તો આગામી 8 જુલાઈથી ત્રણ દિવસ માટે 50 હજારથી વધુ ખેડૂતોના સમર્થન સાથે અનશન પર બેસવામાં આવશે. સરકાર હજુ સુધી ગામેગામ પાણી પહોંચાડવામાં નિષ્ફળ નિવડી છે.

અન્ય સમાચારો પણ છે...