તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 29મીએ રાજકોટમાં આજી 1 ડેમથી એરપોર્ટ સુધી મોદીનો ભવ્ય રોડ શો

29મીએ રાજકોટમાં આજી-1 ડેમથી એરપોર્ટ સુધી મોદીનો ભવ્ય રોડ શો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌનીયોજના હેઠળ રાજકોટના આજી-1 ડેમમાં 29જૂનના રોજ નર્મદાના નીરનું અવતરણ થશે. તે પ્રસંગને વધાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમ બાદ તેઓ ડેમ સાઇટથી એરપોર્ટ સુધી 8 કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી તથા કિશોર રાઠોડની યાદિમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન બપોરે 4 વાગ્યે રાજકોટ આવી રેસકોર્સ મેદાન ખાતે દિવ્યાંગ સહાય કેમ્પમાં 21000 દિવ્યાંગોને સહાય વિતરણ કરશે. બાદમાં તેઓ આજી-1 ડેમ પર પહોંચી નર્મદા નીરનાં વધામણાં કરશે. આજી ડેમમાં નર્મદા નીર ઠલવવાનું 21 જૂનથી શરૂ થઇ જશે.

રોડ શો ઐતિહાસિક બની રહેશે

}રોડ-શોનો રૂટ : આજી ડેમથી ચુનારાવાડ, પારેવડી ચોક, ડિલક્સ ચોક, હોસ્પિટલ ચોક, બહુમાળી ભવનથી એરપોર્ટ

} 10 હજાર બાઇક સવાર રોડ શોનું નેતૃત્ત્વ કરશે, 10 લાખ લોકો જોડાશે.

} રોડ-શોના રૂટ પર 10 સેલ્ફી પોઇન્ટ

} 26 જૂનથી આજી ડેમ પર વિવિધ કાર્યક્રમો, 3 લાખ દીવડાની આરતી.

} વડાપ્રધાન પ્રેરિત યોજનાઓની થીમ પર રાજકોટ સોળે શણગાર સજશે.

10 હજાર બાઇકસવારો 8 કિલોમીટરના રોડ શોનું નેતૃત્ત્વ કરશે

સૌની યોજના હેઠળ આજી-1 ડેમમાં ઠલવાનારા નર્મદાના નીરના વડાપ્રધાન વધામણાં કરશે, ભાજપમાં ભારે ઉત્સાહ

અન્ય સમાચારો પણ છે...