તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેડૂતો 16 જૂને દેશના તમામ નેશનલ હાઇવે જામ કરશે

ખેડૂતો 16 જૂને દેશના તમામ નેશનલ હાઇવે જામ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામીનાથનપંચની ભલામણો લાગુ કરાવવા અને દેવામાફી માટેનું ખેડૂત આંદોલન મધ્યપ્રદેશમાંથી નીકળીને હવે દેશભરમાં ફેલાઇ ગયું છે. 62 ખેડૂત સંગઠનોના ખેડૂત મહાસંઘે રવિવારથી આંદોલનનું એલાન કર્યું છે. ખેડૂતોની માગ સ્વીકારાય તે માટે તેઓ 11 જૂનથી 15 જૂન સુધી દેશભરમાં દેખાવો કરશે. ...અનુસંધાન પાનાં નં.12ત્યાં સુધીમાં માગણીઓ નહીં સ્વીકારાય તો 16 જૂને દેશના તમામ નેશનલ હાઇવે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જામ કરવાની ખેડૂતોએ ચેતવણી આપી છે. ત્યાર બાદ 19 જૂને ફરી બેઠક યોજીને આગળની રણનીતિ ઘડવામાં આવશે. બીજી તરફ તમિલનાડુમાં ખેડૂતોએ શુક્રવારથી શરૂ થયેલું આંદોલન મુખ્યમંત્રીના આશ્વાસન બાદ હાલ પૂરતું સ્થગિત કરી દીધું.

મ.પ્ર.ના સીએમ શિવરાજસિંહ શાંતિ માટે ઉપવાસ પર...વાંચો દેશ-વિદેશ ઉપર

ગુજરાતમાં 8 જુલાઈથી આંદોલન : અલ્પેશ ઠાકોર

ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ નહીં કરાય તો 8 જુલાઈથી ત્રણ દિવસ માટે 50 હજાર ખેડૂતો આંદોલન કરશે. (અહેવાલ અંદરના પાને)

મધ્યપ્રદેશનું ખેડૂત આંદોલન દેશભરમાં ફેલાયું, 62 ખેડૂત સંગઠનોના સંઘનું એલાન, 11થી 15 જૂન ધરણાં કરશે

અન્ય સમાચારો પણ છે...