તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેટરિના કૈફ : નવા સરનામેે જૂનો પ્રેમ

કેટરિના કૈફ : નવા સરનામેે જૂનો પ્રેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટરિના કૈફે એક નવો ફ્લેટ ખરીદી લીધો છે અને તેમાં રહેવાનું શરૂ કર્યા પછી એક પાર્ટી આપી રહી છે. પાર્ટીમાં સલમાન ખાનના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ના ફિલ્મકાર પણ આમંત્રિત છે. પરંતું ફિલ્મના હીરો રણબીર કપૂર, જેની સાથે ક્યારેક તેને સબંધ હતો, તેને આંમત્રણ આપવામાં આવ્યું નથી.

કેટરીના કૈફના જીવનનું મૂલ્ય છે કે તેણે પોતાની કમાણી પહેલાં લંડનમાં બે માળની બિલ્ડિંગ ખરીદી જેથી એક માળ પર પરિવાર રહી શકે અને બીજો ભાડે આપી શકાય જેથી તેમનું ભરણ-પોષણ થતું રહે. બેંગકોકમાં જન્મેલી કાશ્મીરી પિતા અને બ્રિટિશ માતાની પુત્રી કેટરિના પોતાના આચારવિચારમાં નિતાંત ભારતીય છે. જાણે કેવી રીતે પરિવારના મૂલ્યોને ભારતીય કહેવામાં આવ્યું, જ્યારે તમામ દેશોમાં પરિવારના અર્થથી લોકો પરિચિત છે. અતિ આધુનિક મનાતા અમેરિકનો પણ પારિવારિક છે. તેમને ત્યાં કમાણીને લાયક થતા સંતાન પોતાનું ઘર બનાવી લે છે, પરંતુ મિલન, મુલાકાતો અને સંવાદ હંમેશાં ચાલું રહે છે.

હાલ કેટરિના કૈફને શાહરુખ ખાનની સાથે ફરી એકવાર આનંદ રાયની ફિલ્મમાં તક મળી છે, જેના ગઇકાલે શરૂ થયેલા શૂટિંગમાં તે હાજર નહોતી રહી, કેમ કે તેનું કામ બીજા ભાગમાં શરૂ થશે. દિવસો દરમિયાન અનુરાગ બાસુની ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’નો પ્રોમો દેખાડવામાં આવી રહ્યો છેે. ફિલ્મના સહનિર્માતા રણબીર કપૂર પોતે છે અને ફિલ્મના પ્રાંરભના સમયમાં કેટરિના કૈફ અને રણબીર કપૂર ખૂબ નજીક હતા. પ્રમોશનમાં કેટરિના કૈફ ભાગ નથી લઇ રહી જે એક ખરાબ વ્યવહાર છે, કેમ કે તેણે પ્રમોશનમાં ભાગ લેવો જોઇએ. રણબીર કપૂર અને કેટરિના કૈફના મતભેદની કોઇ અસર ફિલ્મની બોક્સ ઓફિસ પર નહીં પડે, કેમ કે આપણા દર્શક ફિલ્મ જોવાનો તે નહીં જોવાનો નિર્ણય પહેલાં કરી લે છે. ‘જગ્ગા જાસૂસ’ ખૂબ સફળ થઇ જશે તો શું કેટરીના કૈફ અને રણબીર કપૂરના મતભેદ દૂર થઇ થશે? બોક્સ ઓફિસના પરિણામ ફિલ્મી સંબંધોને પ્રભાવિત કરે છે.

નિદા ફાઝલીએ સાચું કહ્યું છે કે દરેક વ્યક્તિમાં દસ વ્યક્તિ છુપાયેલા છે. રાવણના દસ માથા હોવા વાતનું પ્રતીક છે. પુરાતન ગ્રંથની આધુનિક પરિભાષા જરૂરી છે. આપણે એટલા બેદરકાર છીએ કે પોતાની અપાર સાંસ્કૃતિક સંપત્તિથી અપરિચિત છીએ.

અન્ય સમાચારો પણ છે...