તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોરબંદરના બરડાપંથકમાં હળવા વરસાદી ઝાપટાં પડયાં

પોરબંદરના બરડાપંથકમાં હળવા વરસાદી ઝાપટાં પડયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતનાકેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો છવાયો છે અને ઘેરા વાદળા વચ્ચે અમુક સ્થળોએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી પણ કરી છે જેમાં પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપ અને અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત બની ગયા હતા જેમાં થોડા દિવસોથી વાતાવરણમાં પલટો છવાતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગઈરાતના વરસાદી ઝાપટા પડ્યા હતા ત્યારે પોરબંદરના બરડાપંથકના અમુક ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને બપોર બાદ અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યા હતા. તો થોડા દિવસોમાં મેઘરાજાનું આગમન થાય તેવી ખેડૂતોમાં આશા સેવાઈ રહી છે. પોરબંદર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપ અને અસહ્ય ગરમીના બફારાથી લોકો ત્રસ્ત બની ગયા હતા. પરંતુ હવે ચોમાસાની તૈયારી શરૂ થઈ ગઈ હોય તેમ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને લઈને થોડા દિવસોમાં ખેડૂતોને વરસાદના આગમનની આશા સેવાઈ રહી છે ત્યારે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં છેલ્લા 5-7 દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને આકાશમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં ગઈકાલે રાત્રીના શહેરમાં વરસાદી છાંટા પડ્યા હતા બાદ બરડાપંથકના કુછડી, કાંટેલા, રીણાવાડા અને શ્રીનગર સહિતના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા સૂકી ધરતીમાંથી માટીની સોડમથી મહેંકી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...