તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિક્રમની તૈયારી | રાજકોટના તમામ સ્વિમિંગ પૂલમાં યોગ દિને મહિલાઓ પાણીમાં કરશે યોગ, રિહર્સલ શરૂ

વિક્રમની તૈયારી | રાજકોટના તમામ સ્વિમિંગ પૂલમાં યોગ દિને મહિલાઓ પાણીમાં કરશે યોગ, રિહર્સલ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
21 જૂનના રોજ સમગ્ર વિશ્વ યોગ દિનની ઉજવણી કરશે. રાજકોટમાં ઠેર-ઠેર નિમિત્તે કાર્યક્રમો યોજાશે. પણ, એક કાર્યક્રમ એવો છે જે આખા દેશનું ધ્યાન ખેંચશે. રાજકોટમાં મહિલાઓ પાણીની અંદર યોગાસનો કરશે. રાજકોટના સ્વામીવિવેકાનંદ સ્નાનાગારમાં અત્યારથી તે અંગેની પ્રક્ટિસ ચાલી રહી છે. િસ્વમિંગ કોચ મીનલબેન સેજપાલ તથા યોગા કોચ ભગવતીબેન પટેલ અને ભારતીબેન મોણપરાના માર્ગદર્શન હેઠળ દરરોજ બપોરે 2.30થી એક કલાક માટે મહિલાઓ યોગ દિન માટેનું રિહર્સલ કરી રહી છે. રાજકોટના તમામ સ્વિમિંગ પૂલમાં પ્રકારે ટ્રેનિંગ સેશન ચાલશે. યોગ દિન ઉજવણી નિમિત્તે તે દિવસે રાજકોટની મહિલાઓ સતત એક કલાક સુધી પાણીમાં રહી યોગ નિદર્શન કરશે અને સાથે રાજકોટને ગૌરવ અપાવતો વિક્રમ સર્જાશે. } પ્રકાશરાવરાણી

અન્ય સમાચારો પણ છે...