તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મનપાની વોંકળાં સફાઇની તસવીરો ખોલી રહી છે પોલ

મનપાની વોંકળાં સફાઇની તસવીરો ખોલી રહી છે પોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંમાત્ર બે ઇંચ વરસાદ પડે એટલે શહેર આખું જળબંબાકાર થઇ જાય છે. સંખ્યાબંધ વિસ્તાર ટાપુમાં ફેરવાઇ જાય છે. તેની પાછળનું એકમાત્ર મુખ્ય કારણ છે કે, વરસાદી પાણીના નિકાલ માટેના વોંકળા, નાળામાં વહેણ અટવાઇ જાય હદે ગંદકીના થર લાગેલા છે. કહેવાતી પ્રી-મોન્સૂન કામગીરીમાં વોંકળા સફાઇનો રિપોર્ટ તો બને છે, પરંતુ વોંકળા સફાઇની કામગીરી માત્ર કાગળ પર થતી હોય દરવખતે ચોમાસામાં સાબિત થઇ જાય છે. પરંપરાગત રીતે ચાલી આવતી પરંપરા મુજબ વર્ષે પણ ઘનિષ્ઠ વોંકળા સફાઇનું ડીંડક થયું હોય તેવું દિવ્ય ભાસ્કરની ટીમે વિવિધ વિસ્તારોમાં લીધેલી રૂબરૂ મુલાકાત દરમિયાન સામે આવ્યું છે.

શહેરના ત્રણેય ઝોનમાં થઇને મોટા કહી શકાય એવા 32 જેટલા વોંકળા છે. ઉપરાંત નાળા અલગ. એકતો આમેય વોંકળા કાંઠે બાંધકામ સહિતના દબાણો ખડકાઇ ગયેલા છે. પરિણામે ચોમાસામાં વરસાદી પાણીના વહેણ સતત અટવાયેલા રહે છે. સામાન્ય એવો વરસાદ પડે તો પણ વોંકળાકાંઠાના અમુક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાય જાય છે. જો એકસાથે ચાર ઇંચથી વધુ વરસાદ પડે એટલે વોંકળામાં ફરી વળતા ઘોડાપૂરથી આસપાસ રહેતા લોકોને ઘર ખાલી કરાવવા પડે ત્યાં સુધીની નોબત આવે છે. સંખ્યાબંધ પરિવારોની ઘરવખરી તણાઇ ગઇ હતી. વર્ષે પણ આવી હાલત થાય તો નવાઇ નહીં રહે તેવી કડવી વાસ્તવિકતા દિવ્ય ભાસ્કરની ટીમે વિવિધ વોંકળાની રૂબરૂ મુલાકાત લેતા સામે આવી છે. પ્રી-મોન્સૂન કામગીરીના રિપોર્ટમાં જે વોંકળાની સફાઇ દેખાડવામાં આવી છે તેમાના મોટાભાગના વોંકળામાં આજે પણ પોલિથિનની બેગ, અન્ય કચરો અને કાદવના થર જામેલા છે. શહેરમાં કુલ 25 જેટલા વોકળાં છે. પૈકી 10 વોકળાં સંખ્યાબંધ વિસ્તારોમાંથી પસાર થતા હોય તેવા લાંબા છે.

કાગળ પર કાર્યવાહી | શહેરમાં આવેલા વોંકળાની ચોમાસા પૂર્વે સફાઇ થઇ ગઇ હોવાના મનપાના દાવાનો પરપોટો ફૂટ્યો

મનપાના ચોપડે ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરીમાં પેડક રોડ અને સંતકબીર રોડ સહિતના વોંકળાની સફાઇ થયાનો દાવો થઇ રહ્યો છે ત્યારે વાસ્તવિકતાની ગવાહી તસવીર આપે છે.

વાસ્તવિકતા | ચોમાસું માથે આવી ગયું છે પરંતુ શહેરના મોટા વોંકળામાં આજે પણ કચરાના ગંજ ખડકાયેલા છે

{વોંકળા સફાઇ માટે 34 માણસોનો સ્ટાફ, 2 જેસીબી, 5 ડમ્પર ફાળવાયા છતાં પરિણામ શૂન્ય

{શહેરમાં 25 માંથી 10 મોટા વોંકળાં, જેમાં અનેક ઉપર બાંધકામ ખડકાઇ ગયા છે

ઢકાયેલા વોંકળાની સફાઇ ચાલી રહી છે

^વોંકળાસફાઇ માટે મહાપાલિકા પોતાના કર્મચારીઓને કામે લગાડે છે. 34 માણસોનો સ્ટાફ અને 2 જેસીબી તથા પાંચ ડમ્પર સહિતની મશીનર ફાળવવામાં આવી છે. પ્રિ-મોન્સૂન કામગીરીમાં વોંકળા અને નાળાં સફાઇનું કામ ફેબ્રુઆરી મહિનાથી ચાલુ કરી દેવામાં આવે છે. સમસ્યા ત્યાં થાય છે કે જ્યાં વોંકળા ઉપર બાંધકામ થયેલું હોય તેવી જગ્યાએ જેસીબી ઉતારી શકાતું નથી. માણસો દ્વારા સાફ કરાવવા પડે છે. જ્યાં બાંધકામ નીચેથી વોકળા પસાર થાય છે ત્યાં સફાઇની કામગીરી ચાલુ છે. > નિલેશપરમાર, પર્યાવરણઇજનેર

વોંકળા ગેંગના કર્મચારીઓ ઓફિસમાં ટેબલ ખુરશી પર ગોઠવાઇ ગયા

વર્ષોપહેલા વોંકળા ગેંગના નામે ભરતીનો ખેલ પાર પડાયો હતો. કાર્યકરોને સાચવી લેવા માટે વોંકળા ગેંગ ઊભી કરાઇ હતી. ધીમે ધીમે સ્ટાફને અન્ય શાખામાં બદલી કરી ટેબલ ખુરશી સોંપી દઇ વોંકળા ગેંગનું વિસર્જન કરી નખાયું હતું. આજે સ્થિતિ છે કે સંબંધિત અધિકારીને વોંકળા સફાઇ અંગે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એવો જવાબ મળે છે કે પૂરતો સ્ટાફ નથી.

શહેરના આટલા વિસ્તારોમાંથી પસાર થતાં વોંકળા ચોમાસામાં હાઇએલર્ટ પર

ચોમાસાદરમિયાન વોંકળાના લીધે અમુક વિસ્તારો વરસતા વરસાદમાં હંમેશાં હાઇએલર્ટ પર આવી જાય છે. આવા વિસ્તારોમાં સદર બજારનો વોંકળો, લલૂડી વોંકળી, 80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલની પાછળ, ભક્તિનગર સર્કલ નજીક ગીતા મંદિર પાછળ, જંગલેશ્વર, સંતકબીર રોડના છેડે, એરપોર્ટ પાસે રામેશ્વર ચોકથી સખિયાનગર તરફ, રામનાથપરા સહિતના વિસ્તારોની હાલત કાયમ કફોડી બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...