તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજીમાંથી 250 ટન બાંધકામ વેસ્ટ નીકળ્યો

આજીમાંથી 250 ટન બાંધકામ વેસ્ટ નીકળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંસતત બે દિવસ પડેલા પ્રથમ વરસાદમાં પણ આજી નદી બે કાંઠે થઇ ગઇ હતી. ભૂતકાળમાં ભારે વરસાદમાં જેવી હાલત થઇ હતી તેનું પુનરાવર્તન થાય માટે આગમચેતી રૂપે કમિશનરે ગત શનિવારે આજી નદીની મુલાકાત લીધી હતી. નદીના વહેણ અટકાવતા ઝૂંપડાનું ડિમોલિશન કરાવ્યું હતું. નદી ચોખ્ખી કરાવવા કરેલા આદેશના પગલે જેસીબી ઉતારીને કામગીરી શરૂ કરવામાં આવી છે. બુધવારે 250 ટનથી વધુ બાંધકામ વેસ્ટ કાઢવામાં આવ્યો હતો.

આજી નદીમાં પ્રદૂષણ વર્ષો જૂનો પ્રશ્ન છે. નદીમાં બાંધકામનો કાટમાળ સહિતનો કચરો ઠલવાય છે. નદીના પટમાં ઇંટના ભઠ્ઠા અને કાચા-પાકા ઝૂંપડાંના દબાણો પણ કાયમી રહે છે. પ્રકારના દબાણને લીધે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અવરોધે છે. વર્ષે ચોમાસાની શરૂઆતમાં નદીમાં ઘોડાપૂર આવતા બીજા દિવસે કમિશનર બંછાનીધિ પાની રૂબરૂ સ્થિતિ જોવા પહોંચ્યા હતા. અને જેસીબી ઉતારીને સફાઇ શરૂ કરવાનો આદેશ કરાયો હતો. જેમાં બુધવારે 250 ટનથી વધુ બાંધકામ વેસ્ટ નીકળ્યો હતો. ગાંડી વેલ ઉપર નાઇટ્રોજનનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

આજી નદીમાંથી બાંધકામ વેસ્ટ સહિતનો કચરો દૂર કરાયો હતો.

નદીના વહેણને ખુલ્લું કરાવવા જેસીબી ઉતારીને સફાઇ અભિયાન શરૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...