• Gujarati News
  • National
  • 25 વર્ષ પહેલાં સત્યજીત રેને ઑસ્કાર એવૉર્ડ અપાયો હતો

25 વર્ષ પહેલાં સત્યજીત રેને ઑસ્કાર એવૉર્ડ અપાયો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1992 | આજનાદિવસે ભારતીય ફિલ્મકાર સત્યજીત રે ને ‘ઑનરરી લાઇફ ટાઇમ એચીવમેન્ટ’ પારિતોષિકથી સન્માનિત કરાયા હતા. પાથેર પાંચાલી, અપરાજિતો, અપૂર સંસાર અને ચારુલતા જેવી યાદગાર ફિલ્મો બનાવનાર સત્યજીત રેએ પોતાના જીવનમાં કુલ 37 ફિલ્મો બનાવી હતી. તેમને સિનેમા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન બદલ વિશેષ ઑસ્કાર સન્માન અપાયું હતું. તેમને 32 રાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યાં હતાં.

1997| કોંગ્રેસેદેવગૌડા સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. તે સાથે એક વર્ષની અંદર ત્રીજી સરકાર બદલાઇ ગઇ હતી. તે બાદ ઇન્દ્રકુમાર ગુજરાલના નેતૃ્ત્વમાં 16 પક્ષોની સંયુક્ત મોરચા સરકાર બની હતી.

1981| અમેરિકીનરાષ્ટ્રપતિ રોનાલ્ડ રિગન હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમના પર અંધાધૂંધ ગોળીઓ ચલાવાઇ હતી.રિગનની છાતીમાં ગોળી વાગી હતી. તબીબોએ ઓપરેશન કરીને તેમને બચાવી લીધા હતા.

1867| રશિયાએપોતાના ક્ષેત્ર અલાસ્કાને અમેરિકાને વેચી દીધો હતો. તેનું કારણ હતું કે તેને ભય હતો કે યુદ્ધ થવા પર અમેરિકા તેની પર કબજો કરી શકે છે.

ઇતિહાસમાં આજનો દિવસ

અન્ય સમાચારો પણ છે...