તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભારત પાક. વચ્ચે સિંધુ જળ આયોગની બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત-પાક. વચ્ચે સિંધુ જળ આયોગની બેઠક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બન્ને દેશ વચ્ચે સમગ્ર વાતચીત શરૂ થવાની શક્યતાના મળતા સંકેત

ભારતઅને પાકિસ્તાનના અધિકારીઓએ સોમવારે સિંધુ નદીના પાણીને લઇને મુદ્દા પર વિચાર કર્યો. સિંધુ જળ યોજનાની બે દિવસીય બેઠક બંને દેશોમાં તણાવના કારણે બે વર્ષ પછી થઇ રહી છે. તેનાથી દેશો વચ્ચે સમગ્ર વાતચીત શરૂ થવાની શક્યતાના સંકેત જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના ઊર્જા મંત્રી ખવાજા આસિફે કહ્યું કે, બંને દેશો વચ્ચે સંબંધો સારા કરવાની દિશામાં વાતચીત આજથી શરૂ થઇ છે. ભારતથી પહોંચેલા 10 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સિંધુ જળ આયુક્તના પી.કે. સક્સેના કરી રહ્યા છે. પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ આસિફ સઇદ કરી રહ્યા છે. બંને જૂથોએ બંધબારણે વાતચીત કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન તરફ વહેતી નદીઓ પર ભારત દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટ્સ બનાવવા પર વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતની નદીઓ પર વીજ‌ળીઘર બનાવીને 1960માં થયેલી સિંધુ જળ સંધિનું ભારત ઉલ્લંઘન કરી રહ્યું છે. સોમવારની બેઠક દિશામાં યોજાનારી 113મી બેઠક છે. પહેલાં 2015માં બેઠક યોજાઇ હતી. 2016માં તણાવના કારણે બેઠક નહોતી થઈ. બે વર્ષ બાદ તનાવની સ્થિતિ હળવી થતાં સિંધુ જળ આયોગની બેઠક મળવાના સંજોગો ઉજ્જવળ બન્યાછે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો