તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલેથી નક્કી હતું નામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પહેલેથી નક્કી હતું નામ

આમતો નોટબંધી બાદ લાખ રૂપિયાનો સવાલ પૂછવો આઉટ ઓફ ફેશન છે, પરંતુ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા પાછળની કહાણી ઘણા લોકો માટે લાખ રૂપિયાનો સવાલ છે. પહેલા મનોજ સિન્હાનું નામ ચાલ્યું, પછી રાજનાથ સિંહનું. અંદરની વાત છે કે ભાજપ બે સ્થિતિઓ માટે નામ પહેલેથી નક્કી કરી ચૂક્યો હતો. 270થી ઓછી બેઠકો જીતી હોત તો કોઇ બીજું નામ હોત અને 300થી વધુ બેઠકો આવે તો યોગી હોત. અંદરની બીજી એક વાત છે કે ભાજપ જાણે છે કે યુપી જેવા વિશાળ રાજ્યમાં માત્ર વિકાસના રાજકારણથી ચૂંટણી જીતવી શક્ય નથી. તેથી વિકાસ પણ ચાલશે અને હિન્દુત્વ પણ. ડબલ એન્જિનવાળી વાત. સીધી મોદીની પસંદ.

માયાવતીનીસીટ!

મહાગઠબંધનનીહિલચાલ છે અને માયા મેમસાબ હજુ કોપ ભવનમાં છે. પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર સ્થિતિ પર સૌથી ચાંપતી નજર તેમણે રાખેલી છે. ચક્કર છે કે માયાવતીની રાજ્યસભાની ટર્મ આવતા વર્ષે પૂરી થઇ રહી છે. નારાજ યુપીએ એટલી સીટો પણ નથી આપી કે એકાદ સીટ નીકળી જાય. બીજી તરફ સપા-કોંગ્રેસ વગેરે પાસે કુલ મળીને એટલી સીટો ફાલતુ હોઇ શકે છે કે માયાવતી એક ગંભીર ઉમેદવાર બની શકે. સીટ તો આમ પણ સીધી નથી નીકળતી. અન્ય પ્રાથમિકતા સહિતના ગણિત બેસાડવા પડશે. તેથી એવી વાત છેડવામાં આવી કે જો બહેનજી જીતી ગયાં તો તેનાથી 2019 માટે સારો મેસેજ જશે. મામલો ફોઇ-ભત્રીજા વચ્ચે છે.

તેઓજે પ્રવક્તા હતા

ભાજપનાબે-બે કેન્દ્રીય પ્રવક્તા - સિદ્ધાર્થનાથ સિંહ અને શ્રીકાંત શર્મા હવે યોગી સરકારમાં કેબિનેટ મંત્રી છે. મુખ્યમંત્રીએ તેમને સરકારના પણ પ્રવક્તા નિયુક્ત કર્યા છે. બંને દર અઠવાડિયે મીડિયા સાથે વાત કર્યા કરશે. બરાબર મોદી સરકાર સ્ટાઇલમાં. સરકારના પહેલા દિવસે ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રેસ કોન્ફરન્સમાં બંને મુખ્યમંત્રીની સાથે બેઠા હતા. એક સમય હતો કે જ્યારે બંનેને અરુણ જેટલીની શોધ માનવામાં આવતા હતા પરંતુ હવે બંને લખનઉ પહોંચી ચૂક્યા છે.

જીતતમારી, ખુશી અમારી

જાણોછો શ્રીકાંત શર્મા ચૂંટણી જીતતા અને યુપીમાં મંત્રી બનતા સૌથી વધુ ખુશ કોણ છેω ડ્રીમગર્લ હેમામાલિની. હેમામાલિની મથુરાનાં સાંસદ છે અને દિલ્હીમાં રહીને પણ શ્રીકાંત શર્મા ક્ષેત્રમાં સક્રિય રહેતા હતા. તેથી હેમામાલિનીને હંમેશા વાત ખટકતી કે ક્યાંક શ્રીકાંત શર્મા લોકસભાની ટિકિટ મેળવી લે. 2014માં પણ શ્રીકાંત શર્મા સશક્ત દાવેદાર હતા પણ હેમામાલિનીનું નામ આવતાં અમિત શાહે તેમને ટિકિટ આપી દીધી. હવે શ્રીકાંત શર્મા ચૂંટણી જીતી ગયા છે એટલું નહીં પણ તેમની સીટ પરથી ભાજપને 2014ની તુલનાએ વધુ સરસાઇ પણ મળી છે. કારણ છે કે શ્રીકાંત શર્મા ચૂંટણી જીતીને મંત્રી બનતાં તેમને સૌથી પહેલા અભિનંદન અને શુભેચ્છા પાઠવનારાઓમાં હેમાજી પણ હતાં. તેમને ખબર છે કે હવે 2019ની ચૂંટણીમાં શ્રીકાંત શર્મા લોકસભાની ટિકિટ નહીં માગે.

પ્રસન્નછે રાજનાથસિંહ

લોકોકહે છે કે રાજનાથસિંહ મુખ્યપ્રધાન બનતા-બનતા રહી ગયા, પરંતુ રાજનાથસિંહના નિકટના સૂત્રો બાબત સાથે સંમત નથી. તેમનું કહેવું છે કે, રાજનાથસિંહ કેન્દ્ર સરકારમાં નંબર બેની પોતાની હેસિયતથી પ્રસન્ન છે. જોકે, પોતાના પુત્ર પંકજસિંહને પ્રધાન નહીં બનાવવાનું તેમને દુ:ખ હોઇ શકે છે. તેનું કારણ ભાજપની પરંપરા છે કે માતા-પુત્ર કે પિતા-પુત્ર બંનેને એક સાથે પ્રધાન બનાવવામાં આવતા નથી. કારણે તો અનુરાગ ઠાકુરને પદ મળ્યું, તો દુષ્યંતસિંહને. જોકે, યોગી આદિત્યનાથને ટિ્વટ કરીને સર્વપ્રથમ શુભેચ્છા કદાચ પકંજસિંહે આપી હતી.

કેવોજમાનો છે !

કેવોજમાનો આવી ગયો છે, લોકો માતા-પુત્ર બંનેને એક સાથે પદ નહીં આપવાનું ઉદાહરણ આપવામાં પણ મેનકા પુત્ર વરુણ ગાંધીનું નામ લેતા નથી. ભરોસો હોય તો અમને જોઇ લો,ઉપરવાળા સમાચારમાં.

ટેન્શનમાંસાંસદ

2019નીચૂંટણીઓ અંગે જેટલું ચિંતન-મનન અમિત શાહની ટીમમાં ચાલી રહ્યું છે, ભાજપના ઘણા સાંસદ એટલા ટેન્શનમાં છે. યુપીમાં ભાજપના જૂના ધારાસભ્યોની ટિકિટોમાં મોટા પાયે અને દિલ્હીના કોર્પોરેટરોની ટિકિટોમાં 100 ટકા કાપે બધાને ટેન્શનમાં લાવી દીધા છે. અમિત શાહ ભલામણ સાંભળતા નથી. માત્ર ટ્રેકરેકોર્ડ અને તેમણે બનાવેલા માપદંડ. વખતે યુપીમાં આપવામાં આવેલી ટિકિટોમાં પણ સાંસદોનું ચાલી શક્યું.

નેપાળમાંયોગીકાર્ડ !

ભારત-બાંગ્લાદેશસંબંધોમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનનું પોતાનું મહત્વ હોય છે. એવી રીતે ભારત-નેપાળ સંબંધોમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાનનું મહત્વ હોય છે પરંતુ હવે યોગી આદિત્યનાથના ઉદયની સાથે મહત્વ અનેકગણું વધી ગયું છે. ગોરક્ષનાથ મંદિરનો નેપાળમાં ભારે પ્રભાવ છે. ગોરક્ષનાથ મંદિરમાં શિવની પ્રતિમા નેપાળની છે અને યોગી આદિત્યનાથના તો નેપાળના લોકોની સાથે પણ ઘણા સારા સંબંધ છે. તો શું નેપાળ માટે યોગી મોદીના વિશેષ રાજદૂત પણ હશેω

ઇચ્છાઓવધી ગઇ

ઉત્તરપ્રદેશનીચૂંટણીઓમાં આટલા ભવ્ય વિજયથી ભાજપની રાષ્ટ્રપતિપદ ચૂંટણી અંગે મહત્વાકાંક્ષાઓ વધુ વધી ગઇ છે. હવે ભાજપ કોઇ પોતાનાને અને કોઇ સોમ્ય છબીવાળા જૂના સ્વયંસેવકને હોદ્દા પર બેસાડવા વિશે વિચારવા લાગ્યો છે. અડવાણીએ અત્યાર સુધી તેનો ઇનકાર કર્યો નથી પરંતુ વય તેમનો અવરોધ બની રહી છે, કારણ કે રાષ્ટ્રપતિને ઘણી વિદેશ યાત્રાઓ પણ કરવાની હોય છે. સુમિત્રા મહાજનનું નામ આગળ ચાલી રહ્યું છે પરંતુ કોઇ છૂપા રૂસ્તમની સંભાવના પણ છે. જેમ કે રામ નાઇક. તેમના સિવાય પણ બે રાજ્યપાલોના નામ વિચારાધીન છે.

પછીરાજ્યપાલ ક્યાંથી લાવશે !

બાબતેભાજપને એક વણમાગી સલાહ ભાજપના એક નેતા તરફથી, તેમના શબ્દોમાં - ‘કોઇ વર્તમાન રાજ્યપાલને કેન્દ્રમાં લાવવાનો વિચાર ખરાબ નથી પરંતુ સત્ય છે કે અમને તો રાજ્યપાલ નિયુક્ત કરવામાં પણ ઘણા મહિના લાગી ગયા હતા અને આજે પણ કોંગ્રેસ જમાનાના ઘણા રાજ્યપાલ ચાલી રહ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો