તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગુજરાત સરકાર અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત સરકાર અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામશામળાજી ખાતે રાજ્ય સરકાર અને અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી શામળાજી મહોત્સવ ઉજવવામાં આવનાર છે. જે અંતર્ગત મંગળવારે અને બુધવારે દ્વિદિવસ દરમિયાન મોડી સાંજે શામળાજી મંદિર પરિસરમાં જુદા જુદા કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. છેલ્લા બે વર્ષથી યોજાતા કાર્યક્રમમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટશે અને કાર્યક્રમનો આનંદ માણશે.

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તેમજ અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાધામ શામળાજી ખાતે મંગળવારથી દ્વિદિવસીય શામળાજી મહોત્સવ ઉજવવામાં આવનાર છે. મંગળવાર અને બુધવાર એમ બે દિવસ ઉજવવામાં આવનાર મહોત્સવમાં શામળાજી મંદિર પરિસરમાં મોડી સાંજે જુદા જુદા કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે, જે માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મહોત્સવમાં જનતાને લાભ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો