તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વસીમ અને નઇમ જેલહવાલે હાઇસિક્યોરિટી ઝોનમાં રખાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસીમ અને નઇમ જેલહવાલે હાઇસિક્યોરિટી ઝોનમાં રખાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડિલીટ મેસેજના કન્વર્ઝેશન રિકવર કરવા કાર્યવાહી

રાજકોટનારૈયારોડ પર નેહરુનગરમાં રહેતા તેમજ ક્રૂર આતંકી સંગઠન આઇએસ માટે કામ કરતા વસીમ આરિફભાઇ રામોડિયા અને વસીમ આરિફભાઇ રામોડિયાના રિમાન્ડની મુદ્દત પૂરી થતાં બન્નેને તપાસનીશ એટીએસ દ્વારા સોમવારે બપોરે સશસ્ત્ર જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરાયા હતા. બન્ને આતંકીને જેલહવાલે કરવાના કોર્ટના આદેશ મુજબ આતંકીબંધુને જેલમાં હાઇ સિક્યોરિટી ઝોનમાં અલગ અલગ સેલમાં રખાયા છે.

રાજકોટ, ચોટીલા સહિતના શહેરોમાં ધાર્મિક સ્થળે લોન વુલ્ફ પધ્ધતિથી આતંકી હુમલો કરવાની પેરવી કરી રહેલા વસીમ, નઇમ પાસેથી બોમ્બ બનાવવાનું સાહિત્ય, સામગ્રી, રેમ્બો છરી મોબાઇલ, લેપટોપ સહિતની ચીજવસ્તુ કબજે કરવામાં આવી હતી. 12 દિવસના રિમાન્ડ દરમિયાન આતંકીબંધુ પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય તથા સોશિયલ મીડિયા થકી આતંકી સંગઠન આઇએસના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા હોવાથી અદાલતે વધુ 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એટીએસ દ્વારા બન્ને આરોપી વિરુધ્ધ અનેક પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. બન્ને આરોપીના સીરિયા સુધીના સંપર્કો ખુલ્યા હતા અને બન્ને ભાઇ લોન વુલ્ફ સ્ટાઇલથી આતંકી હુમલો કરવાની તાલીમ લેવા સીરિયા જવાની ફિરાકમાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. એટીએસના અધિકારી ફળદુએ જણાવ્યું હતું કે, બન્ને આતંકીએ મોબાઇલ, લેપટોપથી સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજની કરેલી આપ-લેના મેસેજ ડિલીટ કરી નાખ્યા હતા. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટરના સર્વર અમેરિકામાં હોવાથી મેસેજના કન્વર્ઝેશન મેળવવા કાનૂની પ્રક્રિયા કરવામાં આવશે.

રિમાન્ડ પૂરા થતાં બન્ને આતંકી ભાઇઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.

આતંકી ભાઇને અલગ રખાયા

જેલઅધિક્ષક બી.જે.નિનામાએ જણાવ્યું હતું કે, બન્ને કેદી સામે દેહદ્રોહ અને આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનો ગંભીર ગુનો હોવાથી સુરક્ષા અને સલામતીની દૃષ્ટિએ હાઇસિક્યોરિટી ઝોનમાં રખાયા છે. બન્ને ભાઇને અલગ અલગ સેલમાં રખાયા છે, એક સેલમાં એક કેદી રખાય છે. બન્નેને બેરેકની બહાર પણ કાઢવામાં નહીં આવે, શૌચક્રિયા અને નહાવા માટે બેરેકમાં તમામ સુવિધા હોય છે. અાવા કેદીઓને અન્ય કેદીઓની જેમ કેન્ટીન, મુલાકાતનો લાભ મળતો નથી. બ્લડ રિલેશનમાં હોય તેમને મુલાકાત મળી શકે અને પણ જેલ સત્તાધીશને જરૂર જણાય તો જ.

આતંકી બંધુુને રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો