તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઘંટેશ્વર તળાવ, પરશુરામ મંદિર પાસે અને રૈયા સરવે નંબર 318ની જગ્યામાંથી કોઈ એક જગ્યા થશે ફાઈનલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘંટેશ્વર તળાવ, પરશુરામ મંદિર પાસે અને રૈયા સરવે નંબર 318ની જગ્યામાંથી કોઈ એક જગ્યા થશે ફાઈનલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજ્યસરકારના આદેશના પગલે રાજકોટ શહેરમાં આગામી 100 વર્ષમાં થનારા વસતી વધારાને ધ્યાનમાં લઇ વહીવટી તંત્ર દ્વારા નવા રેસકોર્સ બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે સોમવારે એડિશનલ કલેક્ટર હર્ષદ વોરાએ ઘંટેશ્વર તળાવ પાસે, પરશુરામ મંદિર પાસે અને રૈયા સરવે નં.318ની આસપાસની જગ્યાની સ્થળ તપાસ કરી હતી. જગ્યાનો ટાઇટલ રિપોર્ટ અપાયા બાદ ત્રણ -ચાર દિવસમાં નવું રેસકોર્સ કયાં બનાવવું તેનો ફાઇનલ નિર્ણય કરાશે.

રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, શહેરમાં જે રીતે વસતી વધારો થઇ રહ્યો છે તે ધ્યાનમાં લઇ આવતા 100 વર્ષની જરૂરિયાત ધ્યાનમાં લેતા નવા રેસકોર્સની જરૂરિયાત ઊભી થશે તેમ જણાતા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા નવા રેસકોર્સ માટે જગ્યા શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ઘંટેશ્વર તળાવ પાસે, રૈયા સરવે નંબર 318માં અને પરશુરામ મંદિર પાસે જગ્યાની સ્થળ તપાસ કરવામાં આવી હતી.

જેમાં ઘંટેશ્વર તળાવ પાસેની જગ્યા 150 એકર જેટલી હતી જેમાં તળાવનો પણ સમાવેશ થાય છે, જ્યારે પરશુરામ મંદિર પાસે આવેલી જગ્યા માત્ર 75 એકર જેટલી હતી અને રૈયા સરવે નંબર 318ની જગ્યા 125 એકર કરતા વધુ હતી. જેમાંથી કોઇ એક જગ્યા નવા રેસકોર્સ માટે પસંદ કરવા વિચારણા ચાલી રહી છે.

હાલમાં વહીવટી તંત્ર દ્વારા એવી વિચારણા ચાલી રહી છે કે નવા રેસકોર્સ માટે એવી જગ્યા શોધવામાં આવી રહી છે જે એપ્રોચ રોડથી નજીક હોય, અંદાજે 75થી 100 એકર જગ્યા એકીસાથે હોય અને ભવિષ્યમાં વધુમાં વધુ લોકો ત્યાં આસાનીથી અવર-જવર કરી શકે.

ટાઇટલની ચકાસણી કર્યા બાદ ફાઇનલ નિર્ણય કરાશે

અધિકજિલ્લા કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, નવા રેસકોર્સ માટે જગ્યાનું ટાઇટલ મેળવ્યા બાદ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર ફાઇનલ નિર્ણય કરશે. જગ્યાના ટાઇટલમાં 7-12નો દાખલો, જગ્યા કોઇને આપી છે કે નહીં, દબાણ છે કે નહીં, નકશા મેળવવામાં આવશે અને હક્કપત્રક નોંધ-6નો રેકર્ડ ચકાસ્યા બાદ ટાઇટલ અંગે કલેક્ટરને રિપોર્ટ કરાશે અને ત્યારબાદ નિર્ણય કરાશે.

નવા રેસકોર્સ માટે ત્રણ જગ્યાની સ્થળ ચકાસણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો