તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પવારને મળ્યાના બીજા દિવસે વાઘેલાએ કહ્યું, હું CM નહીં બનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પવારને મળ્યાના બીજા દિવસે વાઘેલાએ કહ્યું, હું CM નહીં બનું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ દ્વારા ‘કૉંગ્રેસ આવે છે’ તેવાં સૂત્રો સાથે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પરના કન્વેન્શન હોલમાં સોમવારે રાજ્ય કક્ષાની બેઠક મળી હતી. બેઠકને સંબોધન કરતાં શંકરસિંહ વાઘેલાએ પોતે મુખ્યમંત્રીપદના દાવેદાર નથી, તેવી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વાઘેલાએ 1995માં તેઓ મુખ્યમંત્રીપદના દાવેદાર નથી તેવું કહીને ભાજપમાંથી બળવો કર્યો હતો. સમારોહમાં પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામત સહિતના

...અનુસંધાન પાનાં નં.11

પ્રદેશના ટોચના નેતાઓની મંચ પર હાજરી હોવા છતાં વિવિધ નેતાઓના વક્તવ્ય વખતે સેકન્ડ કેડરના નેતાઓએ ‘બાપુને સીએમ જાહેર કરો’ અને ‘બાપુને બોલવા દ્યો’ તેવાં સૂત્રો પોકાર્યાં હતાં. આવાં સૂત્રો લગાવનારને જવાબ આપતાં હોય તેમ વાઘેલાએ કહ્યું હતું કે હું મુખ્યમંત્રી બનવાની રેસમાંથી મારી જાતને વિડ્રો કરું છું. તેમણે કહ્યું હતું કે હું, ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા પણ સીએમના દાવેદાર નથી. શક્તિસિંહ ગોહિલે ઉમેદવાર કોઈ પણ હોય પણ પંજો ઉમેદવાર છે તેમ કહીને કાર્યકરોને કૉંગ્રેસના પંજાને જીતાડવાની દિશામાં કામ કરવાની અપીલ કરી હતી.

જ્યારે ચુંટણી આવે છે ત્યારે કોંગ્રેસ આવે છે, ચુંટણી સાથે કોંગ્રેસ પણ જતી રહે છે: ભાજપ

ગાંધીનગર : કોંગ્રેસે આપેલા સુત્ર ‘કોંગ્રેસ આવે છે’ને લઈને ભાજપએ ટીપ્પણી કરી છે. ભાજપએ મજાક ઉડાવતા કહ્યું કે, જ્યારે જ્યારે ચુંટણી આવે છે ત્યારે ત્યારે કોંગ્રેસ આવે છે, જેવી ચુંટણી જતી રહે છે તેવી કોંગ્રેસ પણ જતી રહે છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં ચુંટણી જીતવાની રેસમાં નથી ત્યારે કોંગ્રેસના નેતા શંકરસિંહ

નિવેદન આપે કે તેઓ મુખ્યમંત્રીની રેસમાં નથી ત્યારે સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસમાં ભારે આંતરિક જુથબંધી ચાલી રહી છે. પંડ્યાએ કહ્યું કે, વાઘેલા વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણિતા છે, તેમનું નિવેદન તેમને દીલ્હીમાં બોલાવ્યા કારણે હોય કે પછી શરદ પવાર સાથેની તેમની બેઠકને કારણે હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, કોંગ્રેસમાં આંતરિક જુથવાદ ચાલી રહ્યો છે. ત્યારે વાઘેલા આવા નિવેદનો દ્વારા મીડિયામાં ચમકતા રહેવા માટે હવામાં ગુબ્બારા છોડી રહ્યા છે. કોંગ્રેસ માટે ચુંટણી જીતવાની વાત તો ‘ભેંસ ભાગોળે અને છાસ છાગોળે’ સમાન છે. ગુજરાતની પ્રજા અને ભાજપ વચ્ચે લાગણીનું બંધન છે, અન્ય કોઈ રાજકીય સમિકરણથી તેમાં ફેરફાર થવાનો નથી.

ભાજપે કહ્યું - ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ આવે છે, જ્યારે ચૂંટણી જાય છે ત્યારે કોંગ્રેસ જાય છે

સોશિયલ મીડિયા પર ચર્ચા : 2017 માટે ભાજપનો CMનો ચહેરો હજુ નક્કી નથી

ભાજપ ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી યુપી પેટર્નથી લડવાના મૂડમાં છે તેથી અનેક સ્થળોએ ‘યુપીમાં 300, ગુજરાતમાં 150’ લખેલા બેનરો લાગ્યા છે. જો કે સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે ભાજપનો CMનો ચહેરો હજુ નક્કી નથી.

‘યુપીમાં 300, ગુજરાતમાં 150’ના હોર્ડિંગ્સ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો