તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શું રીતે ઘડાશે આપણા દેશના ભાવિ નેતાઓ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું રીતે ઘડાશે આપણા દેશના ભાવિ નેતાઓ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લ્હી વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓ યોજાઈ રહી હતી. ચૂંટણીઓ ભાવિ નેતાઓ માટે પાયારૂપ મનાય છે. આજે અડધા કરતાં વધારે સાંસદોની પૃષ્ઠભૂમિ યુવા રાજકારણની છે. વિદ્યાર્થી સંઘોના અનેક પ્રમુખો રાષ્ટ્રીય નેતા બન્યા છે, છતાં આપણે આટલી મહત્ત્વપૂર્ણ સંસ્થાની કાર્યપ્રણાલીની સંપૂર્ણ ઉપેક્ષા કરી છે.

આજે વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો કૂદી પડે છે અને સાથે પોતાની તમામ ‘રીતરસમ’ પણ લાવે છે, જેનો તેઓ ચૂંટણીઓમાં પણ ઉપયોગ કરે છે. જો ગણતરી કરીએ કે કેટલાં પોસ્ટર છપાયાં હતાં, તો આંકડો સરકારે નક્કી કરેલી પાંચ હજાર રૂપિયાની મર્યાદાને સહેલાઈથી કૂદાવી જશે. આના પરથી એવું નક્કી થઈ જાય છે કે રાજનીતિમાં કોણ આવશે અને રાજનેતા તરીકે તેઓ કેવું કામ કરશે? એનએસયુઆઈના એક અધ્યક્ષે મને એક વાર ભારે ગર્વથી કહ્યું હતું કે કૉલેજમાં હિંસક રેલી કાઢવાના કારણે કેટલાય દિવસો સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. જેલમાં વિતાવેલા સમય અંગે તે એવી રીતે વાત કરતો હતો, જાણે તેનું સન્માન કરવામાં આવ્યું હોય.

કૉલેજનો સમય બૌદ્ધિક વિકાસ કરવાનો છે. આશા રાખીએ કે આપણા ભાવિ નેતાઓ બંધારણનો અભ્યાસ કરે તથા આપણા રાજકીય ઇતિહાસ વિશે શીખે. જો રાજકીય પક્ષો કૉલેજના વિદ્યાર્થીઓને ચૂંટણીના હથકંડા શીખવશે, તો ભાવિ પેઢીના સારા નેતાઓને સફળતાપૂર્વક ઘડવાનું કામ વધારે મુશ્કેલ થઈ જશે.

અંડર-

કરંટઅફેયર્સ પર 30થી ઓછી ઉંમરના યુવાનોનો અભિપ્રાય

ઋત્વિકા ભટ્ટાચાર્ય, 28

સીઈઓ,સ્વાનીતિ ઇનિશિયેટિવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો