• Gujarati News
  • National
  • બાબરા શહેરમાં વહેલી સવારે બગીચા નજીક આગ ભભૂકી

બાબરા શહેરમાં વહેલી સવારે બગીચા નજીક આગ ભભૂકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરામાંનાગરિક બેંક ચોક પાસે આવેલ બગીચાની દિવાલ પાસે વહેલી સવારે સફાઇ કામદારે કચરો સળગાવેલ હોય અહી આગે વિકરાળરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી દુકાન આગની ઝપેટમા આવતા નુકશાની પહોંચી હતી.

આગની ઘટના બાબરામા બની હતી. અહીના નાગરિક બેંક ચોક નજીક બગીચાની દિવાલ પાસે વહેલી સવારે સફાઇ કામદાર કચરો એકઠો કરી સળગાવ્યો હતો. બાદમાં આગ વિકરાળ બની હતી જેને પગલે દુકાન પાસે પડેલા જુના ટાયરો સળગવા લાગ્યા હતા અને ધુમાડાના ગોટેગોટા નીકળ્યાં હતા. અહીથી પસાર થતા રાજુભાઇ છાંટબારનુ ધ્યાન જતા તેમણે દુકાનદાર પપ્પુભાઇને જાણ કરી હતી તેમજ ફાયર ફાઇટરને પણ જાણ કરી હતી. અને આગને કાબુમા લીધી હતી. દુકાનદાર પપ્પુભાઇએ જણાવ્યું હતુ કે આગના કારણે દુકાનમા પડેલા નવા ટાયરો પણ બળી ગયા હતા ઉપરાંત વિજ મીટર અને વાયરીંગ પણ બળી ગયુ હતુ જેને પગલે રૂપિયા દસેક હજારનું નુકશાન થયુ હતુ.

આગ જો સમયસર કાબુમા આવી હોત તો અંદર ઓઇલનો મોટો જથ્થો બળીને ખાક થઇ જાત અને મોટી દુઘર્ટના સર્જાતા સહેજમા અટકી હતી. સફાઇ કામદારો દુકાનો પાસે કચરો એકઠો કરી તેને સળગાવતા હોય છે ત્યારે કચરો બારોબાર એકઠો કરવામા આવે તો આવી ઘટનાઓ અટકાવી શકાય તેવુ વેપારીઓએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...