સોમનાથ ઇન્ટર સિટી અને રાજકોટ-સિકંદરાબાદ ટ્રેન લંબાવો
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ
સોમનાથઇન્ટર સિટીને સુરત સુધી અને સિકંદરાબાદ ટ્રેનને સોમનાથ સુધી લંબાવવા માટે સામાજિક કાર્યકર્તા સમનાણી અમીરભાઇએ વડાપ્રધાન , રેલવેમંત્રાલય સહિત રેલવેના અનેક ડિપાર્ટમેન્ટમાં લેખિત અરજી કરી છે. 16 જુલાઇ સુધી માગણી નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ ઇન્ટર સિટી ટ્રેન સોમનાથથી સવારે 6.30 વાગ્યે ઉપડીને અમદાવાદ બપોરે 3.55 વાગ્યે પહોંચે છે. ટ્રેન બીજે દિવસે સવારે 10.40 વાગ્યે ઉપડે છે. તેથી અમદાવાદ ટ્રેન 18 કલાક સુધી પડી રહે છે. સૌરાષ્ટ્ર ભરના ચાર લાખ જેટલા કારીગરો સુરતમાં કામ કરે છે. ત્યારે કારીગરોને વતન પરત ફરવા માટે મહારાષ્ટ્ર સાઇડથી આવતી મોટાભાગની ટ્રેનો પેક હોવાથી બસ સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી.
જો ટ્રેનને સુરત સુધી લંબાવી દેવામાં આવે તેમજ સપ્તાહમાં 3 દિવસ આવતી સિકંદારાબાદ- રાજકોટ એક્સપ્રેસ જે રાજકોટ સાંજે 6.50 વાગ્યે પહોંચે છે અને બીજે દિવસે સવારે 5.25 વાગ્યે રાજકોટથી ઉપડે છે. ટ્રેન આખી રાત રાજકોટ પડી રહે છે. તો તેને સોમનાથ સુધી લંબાવી દેવામાં આવે તો સોમનાથ જતાં પેસેન્જરઅને રેલવે બન્ને ફાયદો થશે.