• Gujarati News
  • National
  • રાણી વિક્ટોરિયા અને ક્લાર્કની પ્રેમ કથા

રાણી વિક્ટોરિયા અને ક્લાર્કની પ્રેમ કથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડનમાં વર્ષ 1800ના આગ્રાનો સેટ લગાવાઈ રહ્યો છે, કેમ કે ભારતમાં અસમાજિક તત્ત્વોએ દીપા મહેતાની ‘વૉટર’નું શૂટિંગ થવા દીધી અને અમુક અન્ય ફિલ્મોને પણ રીતે રોકવામાં આવી હતી. શરબાની બસુના પુસ્તકમાં ક્વીન વિક્ટોરિયા અને તેના ક્લાર્ક અબ્દુલની પ્રેમ-કથાનું વર્ણન છે અને લેખિકાનો દાવો છે કે તેણે રિસર્ચ કરીને પ્રેમકથા લખી છે. તમામ ષડયંત્રો, ખાપ-પંચાયતો અને કિલ્લેબંધી છતાં પ્રેમની કૂંપળ ફૂટી નીકળે છે.

દીપા મહેતા દિલ્હીમાં બનેલા વાઇયરોય ભવનની આસપાસ એક પટકથા રચીને ફિલ્મ બનાવી રહ્યા છે. ભવનને હવે રાષ્ટ્રપતિ ભવન કહે છે. ક્લાર્કની લોકપ્રિય છબિ એક કામચોર વ્યક્તિની છે, જે પોતાની હથેળી પર તમાકુ અને ચૂનો ભેળવીને માવો બનાવે છે અને દિવસભર ચાવ્યા કરે છે. તેની નિર્જીવ ટેબલ પર ફાઇલોમાં મનુષ્યનાં સ્વપ્નો અકાળે મૃત્યુ પામે છે. ક્લાર્કના જીવનમાં હતાશાનો જન્મ થાય છે. આખો દિવસ તે પોતાના ઑૅફિસરની વઢ ખાય છે અને સાંજે ઘરે પાછો ફરતાં પત્ની સતત મહેણાં સંભળાવે છે, માટે તે ‘ભાંગ કી પકૌડી’નામનું પુસ્તક વારંવાર વાંચે છે. તેને લાંચ લેવા માટે લાચાર બનાવવામાં આવે છે અને લાંચની મલાઈ તેનો ઑફિસર ખાઈ જાય છે અને તેને હાથ કશું નથી આવતું.

ક્લાર્ક ભ્રષ્ટ વ્યવસ્થાનો નાનો એવો નટ બોલ્ટ છે, પરંતુ જો સરખી રીતે ફિટ કરાય તો વ્યવસ્થાની મશીન જામ થઈ જાય છે. મોટા નિર્ણય ક્લાર્ક દ્વારા ટાઇપ થઈને કાયદા બને છે. આજે કોમ્ય્યૂટરે ટાઇપ-રાઇટરની જગ્યા લઈ લીધી. હવે આદેશ આવ્યો છે કે આધાર કાર્ડ નહીં હોય તો દાખલો નહીં મળે અને વિદ્યાર્થીને સરકાર દ્વારા મળતું મધ્યાહ્નભોજન પણ નહીં મળે. કોઈ ક્લાર્કે પોતાના કોમ્પ્યૂટર પર ટાઇપ કર્યું હશે અને તેના દિલ તથા પેટમાં પોતાનાં બાળકોના દર્દની કણસ ઉઠી હશે.

અમુક યોજાનાઓ સારી છે, પરંતુ રાજા પોતાની સાધનહીન પ્રજાની મર્યાદાથી અજાણ છે. રીક્ષાવાળો, ઘર પર કામ કરનારી સ્ત્રી કઈ રીતે કાર્ડ દ્વારા પગાર લેશે. શું કમાશે, શું ખાશે? ઇંગ્લૅન્ડની સંસદ સૌથી પહેલાં સ્થપાઈ હતી. તેમણે પોતાની ગણતંત્ર વ્યવસ્થા સાથે સામંતવાદના પ્રતીક રાજા-રાણી પરંપરાને પણ કાયમી રાખી. ક્લાર્ક વ્યવસ્થાનો ભાગ છે, જે અંગ્રેજોએ રચી. તેમના ઇતિહાસમાં એક વ્યક્તિએ પોતાની પ્રેમિકાના જન્મથી સાધારણ હોવાના કારણે પોતાના પ્રેમ ખાતર સિંહાસનનો ત્યાગ કર્યો. પ્રેમ અને ત્યાગના કોમળ રેસાથી મજબૂત વ્યવસ્થા રચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...