• Gujarati News
  • National
  • કોઈ નબળું નથી: જાતને પડકાર આપતા શીખો

કોઈ નબળું નથી: જાતને પડકાર આપતા શીખો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રી 1: તે ફક્ત 10મું ધોરણ પાસ છે. એક નાની એન્જિનિયરિંગ ફેક્ટરી ચલાવે છે. અહીં નિયમિત કામ ઉપરાંત મોટર વ્હીકલ અને ફેક્ટરીના માલિક ગ્રાહકોની માગ પર મશીનોમાં જુગાડથી ઘણા સુધારા કરવામાં આવે છે. કેરળના કોટ્ટાયમની નજીક એક નાની જગ્યા કાંજિરાપલ્લીમાં તે આરામની જિંદગી પસાર કરી રહ્યા હતા.

એક દિવસ પુત્રીના સ્કૂલના પ્રિન્સિપાલે ચૉપર એટલે કે હેલિકૉપ્ટરનું એક મૉડલ બનાવવાનો અાગ્રહ કર્યો, જેથી બાળકોને જોઈને કોઈ પણ ઉડનાર મશીન વિશે સરળતાથી સમજાવી શકાય. ચાર વર્ષ પહેલાની વાત છે. તેમણે પોતાને પડકાર આપ્યો કે કેમ એક ઓરિજનલ ચૉપર બનાવવામાં આવે અને તે સ્કૂલને ગિફ્ટ આપવામાં આવે. હવે 2017માં આવીએ. 54 વર્ષના ડી. સદાશિવને ચાર વર્ષનો સમય હોમમેડ ચૉપરને તૈયાર કરવામાં લગાવ્યો. મંગળવારે તેમણે ચૉપર ઉડાવી પણ. એક મહિનાનો સમય તેમને તે ફાઇન ટ્યૂન કરવામાં લાગશે. તેમણે પોતાના અથવા સ્કૂલના ગ્રાઉન્ડમાં તે ઉડાવવા જરૂરી લાઇસન્સ માટે અરજી કરી છે. પરંતુ માટે તેમણે શું કર્યુંω સદાશિવને આમાં મારુતી 800નું એન્જિન અને ઇન્ડસ્ટ્રિયલ કામોમાં ઉપયોગ થનારું ગિઅર બૉક્સ બનાવ્યું. ચૉપરનો અંદરનો ભાગ લોખંડનો બનેલો છે અને બહાર તરફ એલ્યૂમિનિયમનો ઉપયોગ થયો છે. વિન્ડસ્ક્રીન માટે ઑટોરિક્ષાના ગ્લાસનો ઉપયોગ થયો છે. બાકીના પાર્ટ તેમણે પોકાના વર્કશૉપમાં બનાવ્યા. તેનો કમર્શિયલ રૂપે તેનો ઉપયોગ કરી શકાશે કે નહીં તો કહી નહીં શકાય, પરંતુ યુવાન વિદ્યાર્થીઓ માટે સારો સબક છે.

સ્ટોરી 2: કલ્પન ચાવન(26) અને અનિરુદ્ધ ચટર્જી(34)ની પરસ્પર મુલાકાત થઈ કે બંનેને પુસ્તકો સાથે પ્રેમ હતો અને વાચવું તેમના લોહીમાં સામેલ હતું. જો કે, બંનેની મુલાકાતમાં ઘણો સમય લાગ્યો માટે તેમણે એક જેવા વિચારો અને શોખ ધરાવતા અજાણ્યા લોકોને જોડનારું એક કૉમન પ્લેટફૉર્મ ‘beHiver’ બનાવવાનો નિર્ણય લીધો. બીહાઇવર મધ જેવી છે જે મધમાખીઓનો કૉમન મૉટિવ હોય છે. હજુ સુધી થયેલા પાંચ સંવાદોમાં લોકો આને પસંદ કરી રહ્યા છે અને પોતાના જેવા લોકો સાથે સારો સમય વિતાવી રહ્યા છે.

ફંડા છે કે, કોઈ ઓછું શક્તિશાળી નથી હોતું, પરંતુ અંદરથી સર્વશ્રેષ્ઠ મેળવવા માટે અશક્યને શક્ય બનાવવાનો પડકાર ઝીલવો પડે.

અન્ય સમાચારો પણ છે...